બાંગ્લાદેશની વચગાળાની સરકારે અવામી લીગના નેતા અને પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના નિવેદનોનું પ્રસારણ અથવા પ્રચાર કરવા સામે મીડિયા આઉટલેટ્સને ચેતવણી આપી છે, અને કહ્યું છે કે આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લેવામાં આવશે.
મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની પ્રેસ વિંગે કહ્યું છે કે “અમે આવી ગુનાહિત પ્રસારણ પ્રવૃત્તિઓમાં સામેલ મીડિયાના અધિકારીઓને ચેતવણી આપી રહ્યા છીએ અને બધાને નિશ્ચિતપણે જાણ કરીએ છીએ કે જાે ભવિષ્યમાં કોઈ શેખ હસીનાના નિવેદનોનું પ્રસારણ કરશે તો તાત્કાલિક કાનૂની પગલાં લેવામાં આવશે”
વચગાળાની સરકારે કહ્યું કે ટેલિવિઝન ચેનલો, સમાચાર અને ઓનલાઈન પોર્ટલ પર હસીનાના ઓડિયોનું પ્રસારણ અને પ્રચાર “આતંકવાદ વિરોધી અધિનિયમ ૨૦૦૯ નું ગંભીર ઉલ્લંઘન” છે.
વચગાળાની સરકારે એક નિવેદનમાં હસીનાને “સામૂહિક હત્યાઓ અને માનવતા વિરુદ્ધના ગુનાઓના દોષિત ગુનેગાર અને ભાગેડુ આરોપી” તરીકે વર્ણવી છે.
૫ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ શેરી આંદોલનમાં પદભ્રષ્ટ કરાયેલા હસીના પર આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં અનેક આરોપો પર ગેરહાજરીમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે. જાેકે, ટ્રિબ્યુનલે હજુ સુધી તેમને તે કોઈપણ આરોપો માટે દોષિત ઠેરવ્યા નથી. હસીનાના સમર્થકો કહે છે કે તેમના વિરુદ્ધના આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. ડિસેમ્બરમાં, ટ્રિબ્યુનલે હસીનાના નિવેદનોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
કેટલાક મીડિયા આઉટલેટ્સે કાયદા અને કોર્ટના આદેશોનો ભંગ કરીને ગુરુવારે હસીનાના ભાષણનું પ્રસારણ કર્યું હતું તે નોંધતા, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આપણા રાષ્ટ્રના ઇતિહાસના આ મહત્વપૂર્ણ ક્ષણે, આપણે કોઈપણ બિનજરૂરી મૂંઝવણ ઊભી કરવાનું જાેખમ લઈ શકતા નથી”
“એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે જુલાઈમાં થયેલા બળવા દરમિયાન સેંકડો શાંતિપૂર્ણ વિરોધીઓના નરસંહારનો આદેશ આપવાનો આરોપ લાગ્યા બાદ શેખ હસીના બાંગ્લાદેશથી ભાગી ગયા હતા,” તેમાં કહેવામાં આવ્યું છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે અવામી લીગના નેતા શેખ હસીનાના નિવેદનોના પ્રસારણ કે પ્રચાર સામે મીડિયા આઉટલેટ્સને ચેતવણી આપી



















Recent Comments