બાવળિયાળી ધર્મોત્સવ ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ

ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે.
સંત શ્રી નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ દરમિયાન ભરવાડ સમાજ દાતા અગ્રણીઓ દ્વારા મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુની રજત તુલા વિધિ ઉત્સાહ અને ભાવ સાથે કરવામાં આવી.
ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવમાં મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા સાથે વિવિધ વિક્રમરૂપ સાંસ્કૃતિક આયોજનો થયાં.
ઠાકરધામમાં આ ધર્મોત્સવમાં કથા પૂર્ણાહુતિ બાદ ભરવાડ સમાજ દાતા અગ્રણીઓ દ્વારા મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુની રજત તુલાવિધિ ઉત્સાહ અને ભાવ સાથે કરવામાં આવી. શ્રી રામબાપુનાં વજન ૭૪ કિલો સામે દાતાઓ દ્વારા ભક્તિ અને સમર્પણ ભાવ સાથે ૮૭ કિલો ચાંદી એકત્ર થઈ ગઈ.
અગ્રણી દાતા શ્રી નવઘણભાઈ મીરે જણાવ્યાં મુજબ આ ધર્મોત્સવ સાથે કાયમી યાદગીરી રૂપ આયોજનો થયાં, જેમાં ડાયરા કાર્યક્રમમાં ચાંદી અને સોનાની ઘોર કહેવાય તે મોજ સાથે ઉડાવવામાં આવી અને ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ થઈ છે, જેનો સૌને હરખ રહેલો છે.
Recent Comments