BBC ઓફિસમાં સર્વે પર IT એ કહ્યું, “કેટલીક ટેક્સ પેમેન્ટ્સમાં જાેવા મળી અનિયમિતતા”

આવકવેરા વિભાગે આવકવેરા અધિનિયમ ૧૩૩છ હેઠળ દિલ્હી અને મુંબઈમાં મ્મ્ઝ્રની ઓફિસમાં સર્વે હાથ ધર્યો હતો. આવકવેરા વિભાગે આ અંગે માહિતી આપી છે. સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, મ્મ્ઝ્ર ગ્રુપે ઓછી આવક બતાવીને ટેક્સ બચાવવાનો પ્રયાસ કર્યો છે. સર્વેક્ષણ દરમિયાન, સંસ્થાના સંચાલન સાથે સંબંધિત વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે, મ્મ્ઝ્રના વિદેશી એકમો દ્વારા નફાના ઘણા સ્ત્રોત હતા, જેના પર ભારતમાં બાકી કર ચૂકવવામાં આવ્યો ન હતો. વિદેશમાં અને દેશમાં એવા ઘણા કર્મચારીઓ છે જેમને ભારતીય એકમ દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ તેના પર પણ ટેક્સ ચૂકવવામાં આવ્યો ન હતો. આ તમામ નાણાકીય ગેરરીતિઓ મ્મ્ઝ્ર કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજાેના આધારે બહાર આવી છે. આ નિવેદનો ટોચના સ્તરના કર્મચારીઓ, અધિકારીઓ અને નાણાં, સામગ્રી વિકાસ અને ઉત્પાદન સાથે સંકળાયેલા કર્મચારીઓના રેકોર્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ મ્મ્ઝ્રના સર્વે પર ઝ્રમ્ડ્ઢ્એ કહ્યું કે, આવકવેરા ટીમોને કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજાે દ્વારા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
ઝ્રમ્ડ્ઢ્એ જણાવ્યું હતું કે, વિવિધ જૂથની સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફો ભારતમાં કામગીરીના સ્કેલ સાથે સુસંગત નથી. મ્મ્ઝ્ર સામે આવકવેરા સર્વેક્ષણ પર ઝ્રમ્ડ્ઢ્એ કહ્યું કે, “ટ્રાન્સફર પ્રાઈસિંગ” દસ્તાવેજાેના સંદર્ભમાં કેટલીક વિસંગતતાઓ મળી છે. આવકવેરા વિભાગે મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે દિલ્હી અને મુંબઈમાં મ્મ્ઝ્રની ઑફિસમાં ‘સર્વે ઓપરેશન’ શરૂ કર્યું હતું અને આજે રાત્રે ૧૦ વાગ્યા પછી સમાપ્ત થયું હતું. આવકવેરા અધિકારીઓએ સર્વેક્ષણની કામગીરીના ભાગરૂપે ઉપલબ્ધ સ્ટોકની ઇન્વેન્ટરી બનાવી છે, કેટલાક કર્મચારીઓના નિવેદનો નોંધ્યા છે અને કેટલાક દસ્તાવેજાે જપ્ત કર્યા છે. તેમણે જણાવ્યું કે આ સર્વે લગભગ ૫૭-૫૮ કલાક સુધી ચાલ્યો હતો. મ્મ્ઝ્રએ બે ભાગની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પ્રસારિત કર્યાના અઠવાડિયા પછી આશ્ચર્યજનક પગલું આવ્યું હતું. આ સર્વેને લઈને ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) અને વિરોધ પક્ષો વચ્ચે જાેરદાર રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિપક્ષ દ્વારા આ કાર્યવાહીના સમય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જ્યારે ભાજપે મ્મ્ઝ્ર પર ભારત વિરુદ્ધ “ઝેરી અહેવાલ” કરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીના પગલે ભારતમાં મ્મ્ઝ્ર પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
Recent Comments