BCCI સામે IAS ઓફિસરે પંગો લેવો ભારે પડ્યો!.. જાણો શું છે સમગ્ર મામલો
મ્ઝ્રઝ્રૈં દેશની ટોચની સંસ્થા પૈકીની એક છે. દુનિયામાં સૌથી ધનવાન ગણાતા મ્ઝ્રઝ્રૈં સામે પડવાની હિંમત કોઈ નથી કરતું. ત્યારે થોડા સમય પહેલા જ બિહારના એક ડ્ઢસ્ને મ્ઝ્રઝ્રૈં સામે થવાનો પરચો મળ્યો હતો. સિવાન જિલ્લામાં ડીએમની બદલી કરવામાં આવી છે. સિવાનના વર્તમાન ડીએમ અમિત કુમાર પાંડેની બદલી ખગરિયામાં કરવામાં આવી છે. તેમના સ્થાને શિવહરના ડીએમ તરીકે કાર્યરત મુકુલ કુમાર ગુપ્તાની સિવાનમાં નવા ડીએમ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શનિવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું અને એકસાથે ઘણા બધા ક ભારતીય વહીવટી સેવા અધિકારીઓની બદલી કરી. જેમાં નવા ડીએમ મુકુલ કુમાર ગુપ્તા અને સિવાનના હાલના ડીએમ અમિત કુમાર પાંડેના નામ પણ સામેલ હતા. આઈએએસ ઓફિસર મુકુલ કુમાર ગુપ્તા અને મ્ઝ્રઝ્રૈંનો વિવાદ એક સમયે બહુ ચગ્યો હતો. આ મામલો ૧૮ નવેમ્બર ૨૦૨૧નો છે, જ્યારે મુકુલ કુમાર જહાનાબાદમાં ડીડીસી તરીકે કાર્યરત હતા. તેમના લગ્ન ૧૮ નવેમ્બરે થવાના હતા. લગ્ન માટે તેમણે રાંચીની ફાઈવ સ્ટાર હોટેલ રેડિસન બ્લુમાં ૮૦ ટકા રૂમ બુક પણ કરાવ્યા હતા. આ દરમિયાન ૧૯ નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ્૨૦ મેચ યોજાવાની હતી. જેથી ખેલાડીઓના રહેવાની વ્યવસ્થા માટે મ્ઝ્રઝ્રૈં એ ફાઈવ સ્ટાર હોટેલ રેડિસન બ્લુમાં રૂમ બુક કરાવવા પ્રયત્નો કર્યા હતા. ત્યાં હોટેલના ૮૦ ટકા રૂમ મુકુલ કુમાર ગુપ્તાના નામે પહેલેથી જ બુક હોવાનું જાણવા મળ્યું હતું. બીસીસીઆઈએ આઈએએસ મુકુલને તેમના લગ્નનો પ્રસંગ અન્ય હોટલમાં શિફ્ટ કરવા વાત કરી હતી. જાે કે આઈએએસ મુકુલ આની માટે રાજી ન થયા છેવટે મામલો દિલ્હી સુધી પહોંચ્યો હતો. અંતે તેમને અન્ય હોટલમાં લગ્ન શિફ્ટ થવું પડ્યું હતું. આઈએએસ અધિકારી મુકુલ કુમારને બીસીસીઆઈ સાથે વિવાદ બાદ પોતાના લગ્ન અન્ય હોટલમાં શિફ્ટ કરવાના આદેશ દિલ્હીથી મળ્યા હતા. જાે કે લગ્ન તો શિફ્ટ થયા પણ આ મામલો અહીંયા જ અટક્યો નહી. આ મામલો વધ્યો અને બિહારના આર્થિક ગુના એકમ સુધી પહોંચ્યો હતો. તેનું દબાણ આઈએએસ ઓફિસર મુકુલ કુમાર ગુપ્તા પર વધવા લાગ્યું હતું. તે વિભાગે મુકુલ કુમાર ગુપ્તાના લગ્ન અંગે તપાસ કરવાની શરૂઆત કરી હતી. મુકુલ કુમારને ૫ સ્ટાર હોટેલના ૮૦ ટકા રૂમ કઈ રીતે બુક કરાવી શક્યા તે અંગે સવાલો કરાયા હતા. ત્યારબાદ તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જાે કે આખરે મામલો થાળે પડ્યો છે. બીસીસીઆઈ સાથેના વિવાદ બાદથી જ મુકુલ કુમાર ગુપ્તા લાઇમલાઇટમાં છે.
Recent Comments