ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું જેમાં, મુંબઈ ્૨૦ લીગ ફ્રેન્ચાઈઝીના જૂના સહ-માલિક ગુરમીત સિંહ ભામરાહ પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તે લીગમાં સોબો સુપરસોનિક્સના સહ-માલિક હતો. ભામરાહે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો ૨૦૧૯ના ટુર્નામેન્ટના તબક્કા દરમિયાન ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો. આ કારણોસર મ્ઝ્રઝ્રૈં એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ધવલ એક જાણીતો ચહેરો છે, જે ૈંઁન્માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે પરંતુ હવે તેણે નિવૃતિ લઈ લીધી છે.
ગુરમીત સિંહ ભામરાહ પણ બંધ થઈ ચૂકેલી ય્૨૦ કેનેડા સાથે પણ જાેડાયેલો હતો અને હવે તે મુંબઈ ્૨૦ લીગનો પણ હિસ્સો નથી. આ લીગને વર્ષ ૨૦૧૯ પછી ફરી શરૂ કરવામાં આવી રહી છે. મ્ઝ્રઝ્રૈંના એન્ટી કરપ્શન યુનિટે આગળ ભલામણ કરી હતી કે, કોડની કલમ ૪ અને કલમ ૫ ની જાેગવાઈઓ હેઠળ પ્રતિવાદી સામે યોગ્ય આદેશો પસાર કરી શકાય છે. મ્ઝ્રઝ્રૈં ના છઝ્રેં કોડ પ્રમાણે કલમ ૨.૧.૧ અથવા ૨.૧.૨ અથવા ૨.૧.૩ અથવા ૨.૧.૪ હેઠળ કોઈપણ ગુનામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ આજીવન પ્રતિબંધ રહેશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલ આદેશ મુજબ, સોનુ વાસન નામના વ્યક્તિએ માલિક ગુરમીત સિંહ ભામરાહના કહેવા પર મેચ ફિક્સિંગ માટે ભાવિન ઠક્કરનો સંપર્ક કર્યો હતો. ખેલાડીઓ ભામરાહને ‘પાજી‘ કહેતા હતા. તે પ્રમાણે વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ દર્શાવે છે કે સોનુએ પ્રતિવાદી વતી ઠક્કરને પૈસા અને અન્ય લાભો ઓફર કર્યા હતા. પ્રતિવાદી દ્વારા રજૂ કરાયેલા સમગ્ર પ્રસ્તાવને વાજબી ઠેરવતા સોનુએ ભાવિન ઠક્કરને કહ્યું કે આ મામલે તે જે પણ ર્નિણય લેવા માંગે છે તે વાસન પ્રતિવાદીને જણાવશે. કુલકર્ણી સાથેના સંપર્ક અંગે આદેશમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે તેમનું નિવેદન છઝ્રેં દ્વારા નોંધવામાં આવ્યું હતું.
બીસીસીઆઇ દ્વારા મુંબઈ T૨૦ લીગ ફ્રેન્ચાઈઝીના જૂના સહ-માલિક ગુરમીત સિંહ ભામરાહ પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકયો

Recent Comments