અમરેલી

અમરેલી જિલ્લાના લાભાર્થીઓને દિવ્યાંગ લગ્ન સહાય અને સંત સૂરદાસ યોજનાનો લાભ લેવા મેળવવા માટે ઓનલાઇન અરજીકરવા અનુરોધ

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત કાર્યરત સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત અમલમાં રહેલી દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ પાત્ર દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. યોજનાના ધોરણો મુજબ દિવ્યાંગ વ્યક્તિના લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિના જો દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન થાય તો  દંપતીને રૂ. ૭૫,૦૦૦-૭૫,૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૦,૦૦૦ની સહાય જોગવાઈ અનુસાર મળવા પાત્ર છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને સંત સુરદાસ યોજના અંતર્ગત ૬૦ ટકા કે તેથી વધુ ટકાવારી  વાળા દિવ્યાંગ વ્યક્તિઓને પ્રતિમાસ રૂ. ૧,૦૦૦ની સહાય  યોજના મુજબ મળવા પાત્ર છે.

અમરેલી જિલ્લાના તમામ લાભાર્થીઓને દિવ્યાંગ લગ્ન સહાય તેમજ સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક અરજદારોએ   https://samajkalyan.gujarat.gov.in વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીરૂમ નં.૦૧ થી ૦૪એ-બ્લોકગ્રાઉન્ડ ફ્લોરસ સેવાસદન-૨  અમરેલી ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ રૂબરૂ સંપર્ક કરવા અથવા નિર્ધારિત કાર્યાલય સમય દરમિયાન સંપર્ક કરવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઅમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts