અમરેલી જિલ્લામાં તાર ફેન્સિંગ યોજના અમલી છે. અમરેલી જિલ્લામાં તાર ફેન્સિંગ યોજના અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા તમામ લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા. તાર ફેન્સિંગ યોજનામાં તા.૦૧.૦૯.૨૦૨૫ થી તા.૩૦.૦૯.૨૦૨૫ સુધીમાં પ્રથમ તબક્કામાં ૩૩૧ લાભાર્થીઓને પૂર્વમંજૂરી આપવામાં આવી છે.
નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન-૬૦માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા પાકા અસલ બિલ અને અન્ય જરુરી દસ્તાવેજો સહિત જરુરી તમામ સાધનિક કાગળો સંબંધિત જે-તે તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ગ્રામસેવકશ્રીને જમા કરાવવા.
વધુમાં સરકારના નીતિ નિયમોનુસાર તા.૩૧.૧૨.૨૦૨૫ સુધીમાં જિલ્લાકક્ષાએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવામાં નહિ આવે તો તાર ફેન્સિંગ યોજનામાં સહાય મેળવવા માંગતા નથી તેવું માનીને આ અંગેની પૂર્વમંજૂરી અને અરજીને દફતરે (ફાઇલે) કરવામાં આવશે. તાર ફેન્સિંગ યોજનામાં પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા તમામ ખેડુતોને તે બાબતની નોંધ લેવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments