મહાકુંભમેળા પ્રસંગે પ્રયાગરાજને સાંકળતી રેલસેવાનો લાભ

મહાકુંભમેળા પ્રસંગે પ્રયાગરાજને સાંકળતી રેલસેવાનો ભાવિક યાત્રિકોને મળ્યો લાભ ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાંથી વિશેષ ગાડીઓ ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫ (મૂકેશ પંડિત) મહાકુંભમેળા પ્રસંગે પ્રયાગરાજને સાંકળતી રેલસેવાનો ભાવિક યાત્રિકોને સારો લાભ મળ્યો છે. ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાંથી વિશેષ ગાડીઓનું સંચાલન થઈ રહ્યું છે. ભારતવર્ષનાં સનાતન વિરાટ મહાકુંભમેળા પ્રસંગે ભાવિક યાત્રિકો માટે રેલતંત્ર દ્વારા નિયત રેલગાડી ઉપરાંત વિશેષ ગાડીઓ ચાલુ કરવામાં આવી છે, જેનો લાભ મળી રહ્યો છે. મહાકુંભમેળા પ્રસંગે પ્રયાગરાજ સાથે વારાણસી, અયોધ્યા, લખનઉ તેમજ અન્ય તીર્થ સ્થાનો તથા શહેરોને જોડતી વિશેષ ગાડીઓની સવલત યાત્રિકોને મળી છે. આમ, પ્રયાગરાજને સાંકળતી રેલસેવાનો ભાવિક યાત્રિકોને સારો લાભ મળ્યો છે. આ વિશેષ ગાડીઓ ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાંથી વિશેષ ગાડીઓનું સંચાલન થઈ રહ્યું છે, જેથી સીધા જ મહાકુંભમેળાનો લાભ મળી રહ્યો છે.
Recent Comments