સરકાર શ્રી દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે. દર શનિવારે આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે નિદાન સારવાર થઈ રહેલ છે.
ગામડામાં શ્રમિકો માટે ઘરઆંગણે જ તબીબી સુવિધા માટે સરકાર શ્રી દ્વારા ‘ધન્વંતરી આરોગ્ય રથ ‘ સુવિધા આશીર્વાદરૂપ રહી છે, જેનો લાભ સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામને મળી રહ્યો છે.
શ્રમિકો માટેની આમ આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે, જેમાં દર શનિવારે તબીબ કર્મચારીઓ દ્વારા પ્રાથમિક બીમારીઓનું નિદાન તેમજ સારવાર થઈ રહેલ છે, તેમજ કેટલાંક પરીક્ષણ ચકાસણી અહેવાલ પણ કાઢી આપવામાં આવે છે. અહીંયા સંબંધિત સરકારી યોજનાઓ માટે પણ નોંધણી સાથે માર્ગદર્શન આપવામાં આવે છે.
સિહોર તાલુકા કચેરી અંતર્ગત તબીબી અધિકારી શ્રી મનીષા ભાલિયાનાં નેતૃત્વમાં શ્રી સાગર ભાલિયા, શ્રી ભાર્ગવ ચૌધરી, શ્રી રાહુલ બારૈયા સાથે રથચાલક શ્રી યશપાલસિંહ જાડેજા દ્વારા મળતી આરોગ્ય સેવાનો લાભ ઈશ્વરિયા ગામનાં આ લાભાર્થી દર્દીઓને મળી રહ્યો છે. સરકારની આ યોજનાને ઈશ્વરિયા ગ્રામસંજીવની સમિતિનાં સભ્ય શ્રી મૂકેશ પંડિતે આવકારી જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરેલ છે.
Recent Comments