fbpx
ગુજરાત

સોપારીકાંડ મામલે ઃ વિદેશના બહાને ભારતના બજારોમાં ૫૫૦ કરોડની સોપારી વેચી કરચોરી કરાઈ

સોપારી પર ૧૧૦ ટકા કસ્ટમ્સ ડ્યુટી લાગે છે ત્યારે વરસૂરૂ ઈમ્પેક્ષ કંપનીના માલિક નવાઝ ચૌધરીએ ગુજરાતના મુંદ્રા બંદર, કંડલા બંદર મુખ્યત્વે હવે સ્મગલિંગનું હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. સોપારી પર ૧૧૦ ટકા કસ્ટમ્સ ડ્યુટી લાગે છે ત્યારે વરસૂરૂ ઈમ્પેક્ષ કંપનીના માલિક નવાઝ ચૌધરીએ મલેશિયા અને સિંગાપુરમાંથી સોપારી કંડલા બંદરે પહોંચાડી હતી જ્યાંથી તેને વિદેશ સપ્લાય કરવા ઉતારી હતી. પણ ભારતના બજારોમાં વેચીને ૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યા હોવાનું ડીઆરઆઈ તપાસમાં બહાર આવ્યું છે.

દિલ્હીની વરસુરૂ ઈમ્પેક્ષના માલિક નવાઝ ચૌધરી આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાતા ઈડીએ ઊંડી તપાસ શરૂ કરી હતી. વિદેશના બહાને ભારતના બજારોમાં સોપારી વેચતા ૫૫૦ કરોડની કરચોરી કરવામાં આવ્યું હોવાના ખુલાસા થયા છે. કન્ટેનરો કંડલા બંદરમાં વેરહાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા. પોર્ટ પરથી કન્ટેનરો નીકળે ત્યારે હાઈવે પરથી સૌપારી કાઢી રેતીની ગુણો ભરી દેવાતી હતી. છેલ્લા ૪ વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાનું પણ ખુલાસો થયો છે. લોકલ માર્કેટમાં માલ વેચી દેવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ડ્ઢઇૈંએ તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદમાં ગુટખા બનાવતા વેપારીઓને સોપારી વેચી દેવાઈ હતી. તેમજ તપાસમાં એક બાદ એક તાર જાેડાતા દિલ્હીના નવાઝ ચૌધરીનું નામ સામે આવી તેની ધરપકડ કરી દેવામાં આવી છે. ઈડીના સૂત્રોના મતે અમદાવાદ, સુરત, આણંદ, નડિયાદ અને કચ્છમાં પણ ગુટખા બનાવતી ફેક્ટરીઓને સોપારીનું વેચાણ કરવામાં કરવામાં આવી હતી. જેમાં જૈન બ્રધર્સની ગુટખા કંપનીઓને પણ સોપારી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Follow Me:

Related Posts