અમરેલી

“બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને ‘કોફી વીથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને ‘કોફી વીથ કલેક્ટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દીકરીઓ ભાગ લે ઉપરાંત પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે લાભાર્થીઓને દીકરી વધામણા કીટ, હાઈજીન કીટ, શિક્ષણ કીટ, વ્હાલી દીકરી યોજના હેઠળ મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સાથે સરકારની વિવિધ લોક કલ્યાણલક્ષી અને મહિલાલક્ષી યોજનાઓ વિષયક માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા યોજાયો હતો.

Related Posts