શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ભાગવત કથા શ્રી વિશ્વાનંદ માતાજી

શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે ભાગવત કથા શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને થયેલ આયોજન જાળિયા સોમવાર તા.૨૪-૩-૨૦૨૫ શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. મહુવા પાસેનાં કોટિયામાં શ્રી સદ્દગુરુ સેવા આશ્રમમાં શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં મહંત શ્રી મગનગિરીબાપુનાં નેતૃત્વમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત જ્ઞાનગંગા આયોજન કરવામાં આવ્યું છે. ગૌશાળાનાં લાભાર્થે શ્રી સદ્દગુરુ સેવા આશ્રમમાં આગામી સપ્તાહે રવિવાર તા.૩૦થી શનિવાર તા.૫ દરમિયાન આ ભાગવત કથા લાભ મળશે. આ સાથે સંતવાણી કાર્યક્રમો રાખવામાં આવેલ છે.
Recent Comments