ભાવનગર

હરિદ્વારમાં ભાગવત કથા શ્રી વિશ્વાનંદ માતાજી

પ્રકૃતિનાં રક્ષણ વડે જ સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે – શ્રી વિશ્વાનંદ માતાજી

હરિદ્વારમાં ભાગવત કથામાં શ્રી સ્વરૂપાનંદજી સ્વામી અને શ્રી માધવચરણદાસજી મહારાજનું મળ્યું સાનિધ્ય

હરિદ્વાર સોમવાર તા. ૫-૫-૨૦૨૫

( મૂકેશ પંડિત )

હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથામૃત કરાવતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ ગંગાજી મહાત્મ્ય સાથે પ્રકૃતિનાં રક્ષણ વડે જ સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે તે માટે સંકલ્પબદ્ધ થવાં શીખ આપી. ભાગીરથી ગંગા તટે આ ભાગવત કથામાં શ્રી સ્વરૂપાનંદજી સ્વામી અને શ્રી માધવચરણદાસજી મહારાજનું સાનિધ્ય મળ્યું.

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર દ્વારા ગંગા કિનારે હરિદ્વાર તીર્થમાં ભાગવત કથા લાભ મળી રહ્યો છે. કથાનાં ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ કથાપ્રસંગ પ્રવાહ સાથે ગંગાજી મહાત્મ્ય સાથે પ્રકૃતિનાં રક્ષણ વડે જ સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે તે માટે સંકલ્પબદ્ધ થવાં શીખ આપી. તેઓએ જીવનમાં પ્રત્યેક તબક્કે આપણાં દ્વારા થતાં પ્રદૂષણ સામે જાગૃત રહેવાં જણાવ્યું. 

શ્રી વિશ્વાનંદ માતાજીએ કથા પ્રવાહ સાથે જણાવ્યું કે, ધર્મકથા, ધર્મગ્રંથ અને ધર્મસ્થાન આપણને મનુષ્ય બનાવે છે, જીવનમાં સત્સંગથી વિવેક પ્રાપ્ત થાય છે, જે અનિવાર્ય છે. આ સાથે જ સનાતન ધર્મ એક જ હોય, તેમ જણાવ્યું.

ભાગીરથી ગંગા તટે ચિત્રકુટ અખંડઆશ્રમમાં ચાલતી આ ભાગવત કથામાં શ્રી સ્વરૂપાનંદજી સ્વામી અને શ્રી માધવચરણદાસજી મહારાજનું સાનિધ્ય મળ્યું. 

શ્રી સ્વરૂપાનંદજી સ્વામીએ અન્ય જીવોમાં મનુષ્ય જીવ જ ઈશ્વર ભજન કરી શકે છે, માટે યથાયોગ્ય ભજન કરવાં જણાવ્યું અને આ તીર્થક્ષેત્રમાં લાભ મળ્યો છે, તો વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવાં ભાર મૂક્યો. તેઓએ શ્રી વિશ્વાનંદ માતાજીની ધર્મ સંસ્કૃતિ પ્રવૃત્તિને બિરદાવી.

આ પ્રસંગે શ્રી માધવચરણદાસજી મહારાજે આ કથાયાત્રા માટે પ્રસન્નતા વ્યક્ત કરી માનવ જીવન માટે વિવિધ નવ આશીર્વાદ અંગે ઉદ્બોધન કર્યું.

ભાગવત કથાનાં ત્રીજા દિવસે બહેનોએ ગરબા લાભ પણ ઉત્સાહ સાથે લીધો. સંગીતવૃંદમાં શ્રી અશોકસિંહ ગોહિલ, શ્રી અમરદાસ હરિયાણી, શ્રી નરેશભાઈ દેવમુરારી, શ્રી ગોપાલભાઈ પટેલ તથા શ્રી સંજયભાઈ ટીલાવત દ્વારા જમાવટ રહી છે.

Related Posts