બાવળિયાળીમાં ભાગવત કથા પૂર્ણાહુતિ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
બાવળિયાળીમાં ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સ્વીકાર
ઈશ્વરિયા શનિવાર તા.૨૨-૩-૨૦૨૫
( મૂકેશ પંડિત )
ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે.
સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગમાં સંતો, મહંતો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં લાભ લીધો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે. ભરોસો, ભોળપણ અને ભાવ એ ગોકુળિયાઓને કૃષ્ણની નજીક રાખે છે, બાકી કપટ તો કૃષ્ણથી દૂર રાખે.
ભાગવત કથા શ્રી કૃષ્ણ ચરિત્ર પ્રસંગનાં વર્ણન નિરૂપણ કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ શિસ્ત, અનુશાસન અને ચારિત્ર્ય નિર્માણ માટે સંદેશો આપ્યો.
ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો અને આસપાસનાં વિસ્તારમાં સઘન ઝુંબેશ માટે સૌએ તૈયારી બતાવી.
ભાગવત ગાથા પ્રસંગે રાજ્યનાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા, સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ, દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, કથાકાર શ્રી દયાગિરિજી ગોસ્વામી તથા શ્રી રાજેન્દ્રગિરી ગોસ્વામી, ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી તથા શ્રી સેજલબેન પંડ્યા,
શ્રી રાજીવભાઈ પંડ્યા, શ્રી મહાવીરસિંહ ચુડાસમા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા,
શ્રી રેખાબેન ડુંગરાણી, શ્રી કિશોરભાઈ ભટ્ટ, હાસ્ય કલાકાર શ્રી સુખદેવ ધામેલિયા, સહિત રાજકીય સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયાં.
કથા પૂર્ણાહુતિ સાથે ઠાકરધામ મહંત શ્રી રામબાપુનાં સાનિધ્ય સાથે લઘુમહંત શ્રી ગોપાલ ભગત દ્વારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં હસ્તે પોથી માથે ધરી હતી.
ભાગવત ગોપ જ્ઞાન ગાથામાં દૂર સુદુરથી ભરવાડ સમાજ ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓએ લાભ લીધો.
દાતાઓ, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સાથે સુરક્ષા, આરોગ્ય, વીજળી તંત્ર, પાણી પૂરવઠા, માર્ગ વિભાગ સહિત તમામ સરકારી વિભાગોનો સહયોગ રહ્યો.
Recent Comments