અમરેલી

દેશના કૃષિ ક્ષેત્રે બદલતાં પરિપેક્ષમાં ભાગીયાનું ખૂબ મોટું યોગદાન છે

ખેતીમાં ” ભાગિયા” એટલે શું?

સરકારી રાહતમાં  “ભાગિયાઓના ” ભાગ” ખરા?

ખેતીમાં આજે ” છેવાડાના માણસ” તરીકે ” ભાગીયા” કે “ખેડૂત”?( જમીન માલિક)

” ભાગીયા” અહીંના ” મતદારો” નહીં હોય એટલે તેમનું ” હિતરક્ષણ” રાજકીય પક્ષો/ નેતાઓ કરશે ખરા?

ખરેખર ” ભાગીયાઓને” કારણે જ સૌરાષ્ટ્રની ખેતી ટકી રહી છે . એ સાચું છે? 

સૌરાષ્ટ્રના ખેડૂતો તો માત્ર ” જમીનદાર” કે ” રોકાણકાર” ની ભૂમિકા જ ભજવે છે.શું એ સાચું છે?

જંગલી જનાવરો જેમના સંતાનોને કાચે કાચા ખાઇ ગયા તે ” ભાગીયા ” કે “ખેડૂતોના” સંતાનો?

શું ” ભાગીયાને” રોજે રોજ મજૂરી ચૂકવાઈ છે? આજે ધોવાણ થયેલ પાકની મજૂરી  “ભાગીયા” ચૂકવાઈ ગઈ હશે?

બોલો લ્યો ?

આવું વિચાર્યું હશે / છે? કોઈ એ? મને આવું પૂછવા વાળા મળ્યા!બોલો.

ખેડૂતો હારોહાર ” ભાગીયાઓનું” હિત રક્ષણ નહીં કરાય તો ” દૂરગામી અસરો પડશે”?

પછી ગોતવા ગયે ” ભાગિયા “/ ” ખેત મજૂરો” મળશે નહીં.અને” મૂકી દીધી” આનાથી ખેતી હવે થાશે નહીં.

સા.કુ.ના જ એક ગામમાં તો ગામની વસ્તી કરતા વધુ ” ભાગીયા ” ( પર પ્રાંતીય મજૂરો)ની વસ્તી હોવાનું મીડિયામાં આવેલ.પોલીસે તેમનું નામાંકન વગેરે પણ કરેલ! મીડિયા રિપોર્ટ.

આ સંજોગોમાં ખેડૂત હિત રક્ષણ સાથે ” ભાગીયા” હિત રક્ષણ કરવું જરૂરી ખરું?

આમાં મને તો ક્યાંય ” ટપ્પા ” પડે નહીં.

કેતા હો તો હું તો જાણ કરી દઉં! 

Related Posts