ભાઈ જગન્નાથ અને બલરામજીએ માતાજીને પાર્વતી શણગાર સોનાના ઘરેણાની આપી ભેટ આપ્યા, અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં નવા વર્ષની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. નવા વર્ષના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથને 151 વાનગીઓનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારની પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ હતો. આ અન્નકૂટની ભવ્ય રચના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી, મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી.અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભાઇબીજની ઉજવણી કરવામાં આવી છે, જગન્નાથજી, સુભદ્રાજી, બલરામને કરાયો વિશેષ શણગાર અને જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં બહેનોની ભીડ ઉમટી છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે, ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે ભાઈ બીજ અને ભાઈ બીજના પર્વ પર કરો ભાઈ અને બહેનમાં પ્રતીક ગણાતા મંદિર એવા જગન્નાથજીના ભાઈ અને બહેન સાથે બિરાજમાન ભગવાન જગન્નાથનું મંદિર છે ભાઈ બહેન પ્રેમનું પ્રતીક, ભાઈ બીજના પર્વની ભગવાન જગન્નાથ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભાઇબીજની ઉજવણી

Recent Comments