દામનગર નાં ભાલવાવ ગામ ના વતન નાં રતન ઉદારદિલ દાતા કાનજીભાઈ ઝવેરભાઈ વિરાણી પરિવાર ની સખાવત ભાલવાવ ગામે ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉતર બુનિયાદી માધ્યમિક શાળા ભાલવાવ શાળા કેમ્પસ ખાતે ભાલવાવ નાં વતનીશ્રી કાનજીભાઈ ઝવેરભાઈ વિરાણી એ શાળા માં નવા ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાં મકાન માટે ચાર રૂમ બનાવવા માટે માતબર રકમ અમૂલ્ય દાન આપી વતન નું ઋણ ચૂકવતા દાતા પરિવાર નું અભિવાદન કરતા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી મનોહરસિંહ ગોહિલ ધારાસભ્ય જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ મધુભાઈ નવાપરા તાલુકા પંચાયત સદસ્ય નરેશભાઈ ડોંડા સહિત ના અગ્રણી ઓ ભાલવાવ ગામ ના સરપંચ ભાલતીર્થ મંડળ ના પ્રમુખ ધીરૂભાઇ વિરાણી ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણ ચેરમેન નિયામક મનસુખપરી બાપુ સમગ્ર શાળા પરિવાર ટ્રસ્ટી શ્રી ઓની ઉપસ્થિતિ માં
માતૃશ્રી શાંતુંબેન જવેરભાઈ વિરાણી ઉચ્ચતર માધ્યમિક શાળા ભવન નું ખાતમહુર્ત કરાયું સમગ્ર પંથક માં કેળવણી ક્ષેત્રે અદબ થી યાદ કરતી સંસ્થા પરિસર માં દાતા પરિવાર ની ઉદાર સખાવત થી ખૂબ ખુશી વ્યક્ત કરતા અગ્રણી દોરો પરોવેલી સોયા ખોવાતી નથી તેમ જ્ઞાની વ્યક્તિ જગત માં ભૂલો પડતો નથી સમગ્ર વિસ્તાર ના આવતા ભવિષ્ય ના વિદ્યાર્થી ઓનું ઘડતર કરનારી સંસ્થા માં માદરે વતન માં કેળવણી ની ચિંતા કરનાર વિરાણી પરિવાર ની ઉદાર સખાવત થી નિર્માણ થનાર ઉચ્ચતર માધ્યમિક ભવન ખાત મહુર્ત માં પધારેલ અસંખ્ય અગ્રણી ઓ કેળવણી રત્નો એ ખૂબ ખુશી વ્યક્તિ કરી દાતા પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
Recent Comments