ઓલા-ઉબર જેવી પ્રાઇવેટ ટેક્સી સર્વિસની ગંદકી, વધારે ભાડું અને રાઇડ કેન્સલ જેવી અનેક ફરિયાદોને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ભારત ટેક્સી (Bharat Taxi) નામની સરકારી કેબ સર્વિસ શરુ કરી છે. આ સર્વિસ ઓલા-ઉબર માટે મોટો પડકાર બની શકે છે, કારણ કે તેમાં કંપનીને ડ્રાઇવરે કોઈ કમિશન આપવું પડશે નહીં અને તેની પૂરી કમાણી તેને જ મળશે. જેના કારણે ડ્રાઇવર્સ ભારત ટેક્સીને વધુ પસંદ કરશે.ભારત ટેક્સી દેશની પહેલી સહકારી (કો-ઓપરેટિવ) ટેક્સી સર્વિસ હશે. આ સેવા મોટા પાયે ડિસેમ્બરથી શરુ થશે, પણ તેનો પાયલટ પ્રોજેક્ટ નવેમ્બરમાં રાજધાની દિલ્હીથી શરુ થઈ જશે, જેમાં 650 ડ્રાઇવર/કાર માલિકો જોડાશે અને 650 વાહનો ઉપલબ્ધ થશે. ડિસેમ્બરથી આ સર્વિસનો દેશના બાકીના શહેરોમાં વિસ્તાર થશે, જેમાં લગભગ 5,000 ડ્રાઇવરો આ સેવા સાથે જોડાશે.ભારત ટેક્સીને કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અને નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) દ્વારા સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ સાથે MoU કરીને તૈયાર કરવામાં આવી છે. જેની સ્થાપના જૂનમાં ₹300 કરોડની રકમ સાથે થઈ હતી. આ એક કો-ઓપરેટિવ મોડેલ છે, જેમાં ડ્રાઇવર સહ-માલિક હશે. આ સેવા સહકાર ટેક્સી દ્વારા ઓપરેટ થશે, જેના સંચાલન માટે એક કાઉન્સિલ બનાવવામાં આવી છે. આ કાઉન્સિલના ચેરમેન અમૂલના એમડી જયેન મહેતા અને વાઇસ ચેરમેન એનસીડીસી(NCDC)ના ઉપ મહાપ્રબંધક રોહિત ગુપ્તા છે. આ પરિષદમાં દેશની વિવિધ સહકારી સમિતિઓમાંથી 8 અન્ય સભ્યો પણ સામેલ છે. આ બોર્ડની પ્રથમ બેઠક 16 ઑક્ટોબરના રોજ યોજાઈ ગઈ છે.આ સેવાનો ઉપયોગ ઓલા-ઉબર એપ જેટલો જ સરળ છે. યુઝર્સે એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર તેમજ આઇફોન માટે એપલ સ્ટોર પરથી ‘ભારત-ટેક્સી’ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે, જે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ હશે. આ મેમ્બરશિપ પ્લાન આધારિત સેવા છે, જેમાં ડ્રાઇવરને દર રાઇડની 100% કમાણી મળશે; તેના બદલે તેણે દૈનિક, સાપ્તાહિક કે માસિક મેમ્બરશિપ ચાર્જ (જે સામાન્ય હશે) ચૂકવવો પડશે. આ સેવાનો વિસ્તાર દિલ્હી સહિત મુંબઈ, પૂણે, ભોપાલ, લખનઉ, જયપુર જેવાં 20 શહેરોમાં થશે.- ડિસેમ્બર 2025 – માર્ચ 2026: રાજકોટ, મુંબઈ, પૂણેમાં 5 હજાર ડ્રાઇવર સાથે મલ્ટી-સ્ટેટ ઓપરેશન શરુ થશે.
– એપ્રિલ – ડિસેમ્બર 2026: લખનઉ, ભોપાલ, જયપુરમાં શરુઆત, ડ્રાઇવરની સંખ્યા 15 હજાર અને વાહનો 10 હજાર થશે.
– વર્ષ 2027-28: 20 શહેરોમાં 50 હજાર ડ્રાઇવર્સ સાથે સમગ્ર ભારતમાં (પૅન ઇન્ડિયા) સેવા ઉપલબ્ધ થશે અને Fastag સાથે જોડાશે.
– 2028-2030: જિલ્લા મુખ્યાલયો અને ગામડાઓમાં 1 લાખ ડ્રાઇવર્સ સાથે સેવા શરુ થશે.



















Recent Comments