અમરેલી

અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે “વિકાસ સપ્તાહ” અંતર્ગત “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સફળતાઓ અને સિદ્ધિઓ હાંસલ કરી છે. જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા.૭ થી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ની ઉજવણીના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લામાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અન્વયે આજરોજ જિલ્લા માહિતી કચેરી ખાતે કર્મયોગીશ્રીઓ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞામાં કચેરીના તમામ કર્મયોગીઓ સહભાગી થઈ ભારતના જવાબદાર નાગરિક તરીકે ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિબદ્ધ બન્યા હતા.

Related Posts