અમરેલી

ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા નવનિયુક્ત મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અભિવાદન સમારોહ યોજાશે

અમરેલી કુકાવાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ગુજરાત સરકારના
નવા મંત્રીમંડળમાં મંત્રી તરીકે નિમુણંક થતાં અમરેલી જિલ્લામાં સર્વત્ર આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો
હતો. શ્રી કૌશિકભાઈ વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાયદો વ્યવસ્થા, ઊર્જા અને પેટ્રોકેમિકલ અને
સંસદીય બાબતોના મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રી કૌશિકભાઈ વેકરિયા રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમરેલી પધારી રહ્યાં હોય
ત્યારે સમગ્ર જિલ્લો હરખભેર વધામણા કરવા ઉત્સુક છે. કાર્યકર્તાઓથી લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ
જોવા મળી રહ્યો છે. કાર્યકર્તા અને નગરજનોની લાગણીને વધાવીને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા શ્રી
કૌશિકભાઈ વેકરિયાના અભિવાદન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, આજરોજ જિલ્લા ભાજપ કાર્યલય
ખાતે સાંજના ચાર કલાકે ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાનો અભિવાદન
સમારોહનું વિશેષ આયોજન અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આ સમારોહમાં જિલ્લા ભરમાંથી
ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાશ્રીઓ અને ચુટાયેલા સંગઠનના પદાધિકારીશ્રી તેમજ
શુભેચ્છકો જોડાવવા માટે આહવાન કરતા જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણી તેમ જીલ્લા ભાજપ
કાર્યાલયની અખબાર યાદી જણાવેલ.

Related Posts