ગુજરાત

ભરૂચ એલસીબી દ્વારા કોલેજ રોડ નજીક પેટ્રોલપંપ સામેથી ૬ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડી રૂ. ૧૦.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

શહેરની લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોલેજ રોડ નજીક હિન્દુસ્તાન પેટ્રોલપંપ સામે ઉભેલી ક્રેટા કારમાંથી ૬ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડી રૂ. ૧૦.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, નર્મદા મૈયા બ્રિજ નીચે ભોલાવ રોડ પર ઉભેલી ક્રેટા કારમાં ૫ થી ૬ વ્યક્તિઓ બેઠા છે, જેમની પાસે વિવિધ બેંકોના ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેકબુકો છે અને તેઓ કોઇ સાઇબર ફ્રોડ કે ગુનાહીત પ્રવૃત્તિ કરવા માગતા હોવાની શંકા છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક રેડ પાડી કારમાંથી ૬ લોકોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસે અલગ અલગ રાષ્ટ્રીયકૃત બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુકો, છૂટા ચેક, લેપટોપ અને કાર મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે ATM અને ક્રેડિટ કાર્ડ – 14, ચેકબુક – 8, છૂટા ચેક – 13, મોબાઇલ – 7, લેપટોપ તથા કાર મળી કુલ રૂ. 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાંઅશોક જવાલાપ્રસાદ ત્રિવેદી (ઉત્તરપ્રદેશ), લક્ષ્ય અનુપસિંહ યાદવ (હરિયાણા), શીવાંક રોહીતકુમાર યાદવ (ઉત્તરપ્રદેશ), દીપાંશુકુમાર સતીષકુમાર સૈની ( ઉત્તરપ્રદેશ), ધર્મેશભાઇ ભુપતભાઇ મકવાણા –  (હાલ – સુરત /મૂળ ભાવનગર), કરણ બાબુભાઇ વાળા (હાલ – સુરત /મૂળ અમરેલી) નો સમાવેશ થાય છે. એલ.સી.બી.એ  મુદ્દામાલ સાથે તમામને “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. 

Related Posts