અમરેલી

ચલાલા ખાતે ભાવેશભાઈ ઠુંમર હાલ અમૃત પુષ્પના ઔષધ દ્વારા અનેક દર્દીઓ સાજા થતાં જોવા મળે છે

સ્વ. દીનેશભાઈ વીઠલાણી દ્વારકાવાળાના આશીર્વાદથી અને ગુરૂમહારાજની પ્રેરણાથી અમરેલી જિલ્લાના ચલાલા ખાતે ભાવેશભાઈ ઠુંમર હાલ અમૃત પુષ્પ ઉકાળો જેને તમે ખરા અર્થમાં સંજીવની ઔષધ કહી શકો તેવું અમૃત પુષ્પ આયુર્વેદિક ઔષધનું દર્દીઓને ખૂબ નજીવી કિંમતે વિતરણ કરતાં જોવા મળે છે. ખાસ કરીને જીવનની અસાધ્ય બીમારીથી પીડાતા દર્દીઓ માટે આ ઔષધ વરદાન રૂપ સમાન સાબિત થઈ રહ્યું છે. આમ તો આ ઔષધના મૂળ સંશોધક સ્વ દિનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળા છે. પરંતુ તેમણે આ ઔષધની ફોર્મ્યુલા તેમના સેવાભાવી અનુયાયીઓને આપી અને દર્દીઓને છેક દૂર દ્વારકા સુધી ઘડકો ન થાય તે ઉદ્દેશથી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અનેક શહેરોમાં આ ઔષધ વિતરણ કરવાની અનુમતિ આપી હતી. આ સંદર્ભે ચલાલા ખાતે ભાવેશભાઈ હુંમર પણ સ્વ.દિનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળાના સપનાને સાકાર કરવા માટે આ અમૃત પુષ્પનું વિતરણ કરતાં જોવા મળે છે. અહીં કેન્સર, હાર્ટ બ્લોકેજ, ચર્મરોગ, – વર્ષોનાં સાંધાના દુઃખાવાને લગતા દર્દો સમેત થાઈરોઈક જેવી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ પણ આવે છે અને પોતાના દર્દના નિવારણ માટે અમૃત પુષ્પ લઈ જતા જોવા મળે છે. અને આ ઔષધ દ્વારા અનેક દર્દીઓને તેઓના દર્દમાથી છૂટકારો પણ મળતો જોવા મળે છે. આ અમૃત પુષ્પ આમ તો સ્વ. દીનેશભાઈ વીઠલાણી દ્રારકાવાળાની ફોર્મ્યુલા મુજબ બનાવેલ આયુર્વેદિક ઉકાળો જ છે. આ અમૃત પુષ્પના સેવન દરમિયાન થોડી પરેજી પાળવાની હોય છે અને લગભગ ત્રણ માસમાં તો દર્દ ગાયબ થતું પણ જોવા મળે છે. આવા અનેક દર્દીઓને અહીં દર્દની પીડાથી મુકિત પણ મળે છે. પથારીવશ થયેલા દર્દીઓ પણ સાજા થઈ શકે છે એવું પણ ભાવેશભાઈએ સાવરકુંડલા શહેરના પત્રકાર બિપીનભાઈ પાંધીને જણાવ્યું હતું. ખૂબ જ નજીવી કિંમતે આ અમૃત પુષ્પ દર્દીઓ માટે ખરા અર્થમાં અમૃત સમાન સાબિત થઈ રહ્યું છે. ધારી તાલુકાના ચલાલા ગામે અમૃત પુષ્પ નામનો ઉકાળા ઔષધ દ્વારા અનેક દર્દીઓને સાજા કરવામાં જેનું મહત્વનું યોગદાન છે એવા સેવાભાવી નાગરિક ભાવેશભાઈ ઠુંમરની સેવાની કિર્તી હવે

ચલાલાના સીમાડા ઓળંગી સૌરાષ્ટ્રના છેવાડે પહોંચી છે.   સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી સાથેની મુલાકાત મુલાકાત દરમિયાન તેમણે આયુર્વેદિક ઔષધિઓનાં અનેક ઉપયોગ સંદર્ભે ખૂબ ઉંડાણથી વાતો કરી હતી. આજના યુગમાં એલોપથી ઔષધિથી થાકેલા અને હારેલા અનેક દર્દીઓ તેમની પાસે આવે છે.. અને નજીવી કિંમત અને પરેજી પાળીને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ અમૃત પુષ્પનું સેવન કરી અને સાજામાજા થયાના સંતોષ સાથે ભાવેશભાઈનો આભાર માની તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં જોવા મળે છે. ભાવેશભાઈની વિશેષ વાત કરીએ તો ગુરૂ મહારાજમાં અખૂટ શ્રધ્ધા સાથે આ સેવાકીય પ્રવૃત્તિઓ ફક્ત લોકો રોગમુક્ત બને એ આશય સાથે જ કરે છે એ નોંધનીય બાબત ગણી શકાય. વળી ખાસ ધાર્મિક સ્વભાવ સાથે હરિ ભજનના પણ ખૂબ શોખીન છે. સત્સંગ અને સદ્વિચાર એ એના જીવનનું અમૂલ્ય ભાથું છે. લોકોને પીડાથી  મુક્તિ મળે એ જ એનું અંતિમ ધ્યેય છે.. લક્ષ્મી તો આજે છે ને કાલે ન પણ હોય પરંતુ દર્દીઓના આશીર્વાદ સતત સાથે રહે છે એવું તેમનું અંગત માનવું છે. ઈશ્ર્વરે અમૂલ્ય જીવન આપ્યુ છે તો એનો શ્રેષ્ઠતમ ઉપયોગ આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા થઈ શકે છે એવું એમનું સ્પષ્ટ માનવુ છે.

Related Posts