અમરેલી

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન તરીકે ભાવિન સોજીત્રાની બિનહરીફ વરણી

અમરેલી જિલ્લાના સૌથી મોટા અમરેલી APMCમાં નવા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અગાઉના ચેરમેન શૈલેષ સંઘાણીની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આ ચૂંટણી યોજાઈ હતી.અમરેલી છઁસ્ઝ્રના નવા ચેરમેન તરીકે ભાવિન સોજીત્રાની બિનહરીફ વરણી થઈ છે. ભાવિન સોજીત્રા તેલીબિયાં વિભાગમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. ભાવનગર જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં ભાવિન સોજીત્રાની વરણી કરવામાં આવી હતી. તેઓ આગામી અઢી વર્ષ માટે APMCની કમાન સંભાળશે. તેમની બિનહરીફ વરણીને કારણે અમરેલી APMCના વહીવટને વધુ સરળ બનાવવામાં આવશે તેવો વિશ્વાસ નવનિયુક્ત ચેરમેન ભાવિન સોજીત્રાએ વ્યકત કર્યો હતો.

Related Posts