ભાવનગર

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા યોજનાના નામ બદલવાના વિરુદ્ધ માં પ્રદર્શન

મનરેગા યોજનાના નામ બદલવાના વિરુદ્ધ માં પ્રદર્શન
આ સંજોગોમાં આજ રોજ સાંજે ૫ કલાકે, ગાંધીજી ની પ્રતિમા પાસે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી  મનોહરસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા શ્રી જીતુભાઈ સોલંકી ની આગેવાની માં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર પક્ષના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સેલ-ફ્રન્ટલ-ડીપાર્ટમેન્ટના કાર્યકર ભાઈ-બહેનો – નાગરિકો સૌ જોડાયા

મનરેગા યોજનાના નામ બદલવાના વિરુદ્ધ માં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ક્રેસન્ટ સર્કલ ભાવનગર ખાતે ધરણા પ્રદર્શન ના કરી શકે અને આ લોકશાહી દેશ માં તાનાશાહી સરકાર ને એ પણ મંજૂર નથી, અને બહોળી સંખ્યા માં પોલીસ સંખ્યાબળ બોલાવી શાંતિ થી ધરણા પ્રદર્શન ન કરવા દઈ, કોંગ્રેસ ના દરેક આગેવાનો, કાર્યકરો ની ધરપકડ કરવામાં આવી છે,
 આનો શહેર કોંગ્રેસ સમિતિ સખત માં સખત વિરોધ કરે છે.

Related Posts