ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કોર્પોરેટ કલ્ચર વાળા કાર્યાલયનો આજે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના આ અતિ આધુનિક કાર્યાલયમાં કોંગ્રેસના ચાર ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન યુવક કોંગ્રેસ, NSUI , મહિલા કોંગ્રેસ સેવા દળ વિવિધ વિભાગ જેમ કે SC/ST સેલ, માઈનોરીટી સેલ, OBC સેલ , લીગલ સેલ, સોશિયલ મીડિયા સેલ , દરેકની અલગ-અલગ ચેમ્બર મીટીંગ રૂમ સહિત ની સુવિધા યુક્ત કાર્યાલય નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગમાં ઇસ્કોન મંદિરના સંત દ્વારા રીબીન કાપીને કાર્યલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ગોહિલે આ પ્રસંગે પ્રજા જોગ સંદેશ આપતા જણાવ્યું હતું કે ભાવનગર શહેરના નગરજનોને પડતી તકલીફો સરકારી કામકાજમાં વિલંબો વિગેરે પ્રશ્નોની રજૂઆત કોંગ્રેસ કાર્યાલય સવારના 10 થી 6 કલાક સુધી સાંભળવામાં આવશે તેમજ કાર્યાલયનો મોબાઇલ નંબર કે જે whatsapp નંબર છે તે 76 22 91 92 93 ની ઉપર પણ નગરજનો પોતાની વાત અને પ્રશ્ન મૂકી શકશે આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો વિવિઘ સેલ મોરચાના ચેરમેનશ્રી ઓ વોર્ડ પ્રમુખશ્રીઓ પ્રભારીશ્રીઓ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ પક્ષ પ્રવક્તા કિશોર કંટારીયા ની યાદીમાં જણાવ્યું છે
Recent Comments