ભાવનગર

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શીવશકતી હોલ,ભાવનગર ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ શીવશકતી હોલ , ભાવનગર ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ ના પ્રભારી હરીભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌ પ્રથમ વખત ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેજ ફ્રી (સ્ટેજ નહીં પરંતુ સૌ એક સમાન) ની પહેલ કરી હતી. તેમજ આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત તમામ વોર્ડ પ્રમુખ પાસેથી સુચન મેળવવામાં આવ્યા હતાં સાથોસાથ ભાવનગર પ્રભારી હરીભાઈ ભરવાડ દ્વારા આગામી મહાનગરપાલિકા ચુંટણી જીતવા હુંકાર કરવામાં આવ્યો હતો.સાથોસાથ તમામ વોર્ડ પ્રમુખ ને આગમી ચુંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને *કોંગ્રેસ આપ કે દ્વાર* અંતર્ગત તમામ કાર્યકરો ને લોકો ના ઘર ઘર સુધી પોહચી લોકોના પ્રશ્નો સાંભળી તેને આગમી ચુંટણી માં મેનીફીયેસ્ટો માં સામેલ કરી લોકો ના પ્રશ્નો ને વાચા આપવા પ્રયત્ન કરશે
       ૨૦૨૬ ની પ્રથમ કારોબારી બેઠક મા લાલભા ગોહિલ ના નવતર પ્રયોગ  “નેતા નહી સૌ કાર્યકર” ને   તમામ લોકોએ આવકાર આપવામાં આવ્યો હતો.     
   બેઠક ના અંતમા લાલભા ગોહિલ દ્વારા ભાવનગર મહાનગર પાલિકા ની ચૂંટણી જીતવા હુંકાર કર્યો હતો

Related Posts