ભાવનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય દ્વારા ચોમાસાની સીઝન-૨૦૨૫ પૂર્ણ થતાં ભાવનગર
શહેરની ફરતે રીંગ રોડ પર કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવતા, આ કામગીરી હાલ પ્રગતિમાં છે.
ભાવનગર શહેર ફરતે વેપાર, ઉદ્યોગ અને ધાર્મિક સ્થળો વગેરેના વિકાસ અર્થે બની રહેલ રીંગ રોડમાં જુદા-
જુદા વિભાગો જેવા કે, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI), ગુજરાત મેરીટાઈમ બોર્ડ(GMB), ભાવનગર
મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા બાડાની જમીનનો ઉપયોગ થનાર છે. જેમાં હાલ માર્ગ અને મકાન
વિભાગ દ્વારા મળેલ ખુલ્લી જમીન પર ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અન્ય બાકી રહેતી
ખુલ્લી જમીન માટે જમીન સંપાદનની કાર્યવાહી તથા એને લગતા વિભાગો પાસેથી કબજો મેળવી આગળની
કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.





















Recent Comments