ભાવનગર

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલની અનોખી પહેલ: “મિશન બાલમન” દ્વારા 5 દિવસમાં ૭૧૫૯ બાળકોનું માનસિક સ્વાસ્થ્ય પરામર્શન

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની વ્યાખ્યા મુજબ, સ્વાસ્થ્ય એટલે માત્ર રોગ અથવા અશક્તિની ગેરહાજરી નહીં, પરંતુ સંપૂર્ણ
શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીની સ્થિતિ. વૈશ્વિક સ્તરે, WHO મુજબ ૪૫૦ મિલિયનથી વધુ લોકો માનસિક વિકૃતિઓથી
પીડાય છે, ભારત સરકારના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા પણ આત્મહત્યાના દરમાં ચિંતાજનક વધારો દર્શાવે છે, જે માનસિક
સ્વાસ્થ્યની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. આ આંકડાઓ યુવાનો અને બાળકોમાં માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા માટે તાત્કાલિક અને વ્યાપક
હસ્તક્ષેપની જરૂરિયાત ઊભી કરે છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભાવનગર જિલ્લા વહીવટીતંત્રે બાળકોના માનસિક સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને
એક અદ્ભુત અને સંવેદનશીલ પહેલ “મિશન બાલમન” શરૂ કરી છે.
કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલની સૂચના, દીર્ઘ દ્રષ્ટિ અને પ્રેરણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીના નેતૃત્વ હેઠળ
બાળકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સમસ્યાઓનું નિવારણ કરવા માટે “મિશન બાલમન” (“Mission Balman”) કાર્યક્રમ
નું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત 5 દિવસમા કુલ ૭૧૫૯ બાળકો નું સઘન માનસિક સ્વાસ્થ્ય પરામર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતામાં
RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ અને જિલ્લા તથા કોર્પોરેશન RBSK નોડલ દ્વારા આપવામાં આવેલ ઉત્કૃષ્ટ સંકલન અને
સહયોગ અમૂલ્ય રહ્યો હતો.
નિષ્ણાત માર્ગદર્શન અને મુખ્ય વિષયવસ્તુ બાળકોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવા માટે માનસિક રોગ વિશેષજ્ઞોની ટીમ, જેમાં ડૉ. રિચા
બંસલ, ડૉ. દિગ્વિજયસિંહ ગોહિલ, ડૉ. માનસંગ ડોડીયા અને શૈલી ત્રિવેદી નો સમાવેશ થાય છે. તેમણે વિસ્તૃત અને ખુબ જ ઉપયોગી સત્રોનું
સફળ આયોજન કર્યું હતું.
આ સત્રોમાં માનસિક સમસ્યાઓની ઓળખ બાળકોમાં ચિંતા, તણાવ, હતાશા, અને નકારાત્મક વિચારો જેવા પ્રશ્નો કેમ ઉદ્ભવે છે
અને તેના પ્રારંભિક ચિહ્નોને કેવી રીતે ઓળખી શકાય, સચોટ ઉપાયો: આવી સમસ્યાઓનું સંચાલન કરવા માટેના અસરકારક અને સચોટ
ઉપાયો., સુરક્ષિત જીવનશૈલી સોશિયલ મીડિયાનો લિમિટેડ અને સદુપયોગ કરવાની આવશ્યકતા, વ્યસનથી દૂર રહેવું, અને ગુડ ટચ તથા બેડ ટચ
વિશેની સમજ, ગોપનીયતા જાળવીને સમસ્યા નિવારણ : આ પહેલનો સૌથી સંવેદનશીલ અને અસરકારક ભાગ એ હતો કે બાળકોને માનસિક
રીતે મૂંઝવતા પ્રશ્નોને એક કાગળ પર લખીને બોક્સમાં મૂકવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા દ્વારા ગોપનીયતા સંપૂર્ણપણે
જાળવીને માહિતી એકત્ર કરવામાં આવી અને ત્યારબાદ નિષ્ણાતો દ્વારા આ પ્રશ્નોનું ઊંડાણપૂર્વક નિરકરણ લાવવામાં આવ્યું હતું. વળી, સમસ્યા
ધરાવતા વિદ્યાર્થીઓ સાથે એકાંતમાં વાત કરીને, તેમની ગોપનીયતા જાળવીને, વ્યક્તિગત અને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ મિશનની શરૂઆત જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારની કુલ ૫૦ શાળાઓ (સરકારી અને ખાનગી) માં આ
કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ​સંપૂર્ણ વિસ્તારમાં વિસ્તરણ: આ પ્રારંભિક સફળતા બાદ હવે આ કાર્યક્રમને ટૂંક સમયમાં સમગ્ર જિલ્લા
અને કોર્પોરેશન વિસ્તારની તમામ શાળાઓ માં વિસ્તૃત કરવામાં આવશે.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા શરૂ કરાયેલો આ કાર્યક્રમ “એક પણ બાળક આત્મહત્યા ન કરે, હિંસા તરફ
ન દોરાય તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે.” એ સુનિશ્ચિત કરવા તરફનો એક મજબૂત પ્રયાસ છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે લેવાયેલું આ
સમયસરનું અને અતિ મહત્વપૂર્ણ પગલું છે, જે ભાવનગર જિલ્લામાં એક સ્વસ્થ અને સક્ષમ ભાવિ પેઢીના નિર્માણ માટે પાયાનું કામ કરશે.

Related Posts