ભાવનગર

ભાવનગર જિલ્લાના મુખ્ય શિક્ષક સંઘ (HTAT)નું શૈક્ષણિક અધિવેશન યોજાય ગયું

 શિવ શક્તિ હોલ ભાવનગર ખાતે ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આયોજિત શૈક્ષણિક અધિવેશન 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય શિક્ષકોને માર્ગદર્શન આપવા માટે મુખ્ય વક્તા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ અને ડો.વિશાલ ભાદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પઢેરીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીવિરલભાઇ વ્યાસ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય શ્રીઓ, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ અને કેળવણી નિરીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સંઘના પ્રમુખ ધ્રુવકુમાર દેસાઈ અને મહામંત્રી  દિપેનકુમાર દિક્ષિત  અને તેમની ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી.

Related Posts