ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે
જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદેમાતરમનું સમૂહગાન કરી સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ
ગ્રહણ કર્યા હતા.
રાષ્ટ્રગીત વંદે માતરમ ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે
તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમની નવલકથા ‘આનંદમઠ’માં વંદેમાતરમ્ ગીત લખ્યું હતું. જે ૭મી
નવેમ્બરે પ્રસિદ્ધ થયું હતું. આ ગીતે સ્વાતંત્ર્ય આંદોલનના સમયગાળામાં ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના
જગાવી હતી. આ કારણે જ ૭ નવેમ્બરને ‘વંદે માતરમ’@150 તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં
આવ્યો છે, જેથી યુવા પેઢી દેશના ઈતિહાસ અને રાષ્ટ્રીય ગીતની મહત્વતાથી પરિચિત થાય.
ભાવનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદેમાતરનું સમૂહગાન કરી સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા



















Recent Comments