ભાવનગર

ચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ દ્વારા પ્રજાના પૈસાથી થતાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર
જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા,

પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬
ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-
૧૬૩ ની પેટા કલમ-(૧) થી મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે.
જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડીંગ્સ, માસ મીડીયા, વર્તમાનપત્રો, ટી.વી. ચેનલોમાં તથા અન્ય
વિજાણુ માધ્યમોમાં પોતાના પક્ષની સિધ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનો ઉપયોગ કરી
પ્રજાના પૈસાથી કરી શકશે નહીં.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩
ની કલમ-રર૩ હેઠળ સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં
સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Related Posts