ભાવનગર

ભાવનગર વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન માટે ઘાસ લઈ જવા બિન અનામત વીડીઓની હરાજી કરાશે

ભાવનગર વન વિભાગ દ્વારા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી
પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે, વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૫-૨૬ ના વર્ષનું ઘાસ
વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની પ્રથમ વખતની જાહેર હરાજી લીસ્ટમાં દર્શાવ્યા તારીખ અને સમયે રાખવામાં આવી છે. તો કોઈને
બિન અનામત વીડીઓ ઈજારાથી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે.
જેમાં પાલીતાણા તાલુકાના મેઢા ગામે ૧૨.૪૬ હે.આર. વિસ્તારમાં વીડીમાં લેવામાં આવેલ વાવેતર તથા આગોતરા કામોને નુકશાન ન
થાય તે શરતે પરીક્ષેત્ર વન અધિકારશ્રી, ક્ષેત્રિય રેંજ, પાલીતાણાની કચેરી, હાડકેશ્વર મંદીરની બાજુમાં, તળાજા રોડ, પાલીતાણા ખાતે
તા.૨૦/૦૮/૨૦૨૫ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે હરાજી યોજાશે.
શિહોર તાલુકાના સરકડીયાધાર ગામે ૨૧.૫૯ હે.આર, લાંબધાર ગામે ૧૮.૨૧ હે.આર., ઇશ્વરીયા ગામે ૨૪.૮ હે.આર., ઝરીયા
ગામે ૮.૦૯ હે.આર.,પીપરડી ગામે ૧૨.૩૭ હે.આર., વિસ્તારની તેમજ ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે ૩૪.૨૬ હે.આર., પરવાળા ગામે

૪.૬૩ હે.આર., શિહોર તાલુકાના ચિકોતરા ધોડીગાળો ગામે ૨૨૧.૪૨ હે.આર., કરમદીયા (ચાવડીધાર) ગામે ૩૦.૧૮ હે.આર.,અને
અમરગઢ ગામે ૮૮.૩૯ હે.આર., વિસ્તારની પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ક્ષેત્રિય રેંજ, શિહોરની કચેરી, હોટલ વિજય પેલેસની સામે, ભાવનગર-
રાજોકટ રોડ શિહોર ખાતે તા.૨૦/૦૮/૨૦૨૫ બપોરના રોજ ૧૫:૦૦ કલાકે હરાજી યોજાશે.
મહુવા તાલકાના મોદા ગામે ૪૪.૨૫ હે.આર., તળાજા તાલુકાના રાળગોન ગામે ૮.૦૯ હે.આર., પછેડીધાર ગામે ૨.૦૨ હે.આર.,
અને નવકુકરી ગામે ૧૩૭.૯૨ હે.આર., વિસ્તારની પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ક્ષેત્રિય રેંજ,મહુવાની કચેરી, તાલુકા સેવા સદનની પાછળ, વડલી
તા.મહુવા ખાતે તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે હરાજી યોજાશે.
ઘોઘા તાલુકાના સાણોદર ગામે ૨૧.૪ હે.આર., જુના પાદર ગામે ૨૧.૭૪ હે.આર., અને ઉખરલા ગામે ૨૧.૯૪ હે.આર., ભાવનગર
તાલુકાના લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર., ભવાનીપરા ગામે ૭.૯૨ હે.આર., થોરડી ગામે ૭.૯૬ હે.આર., અને ખાંટડી ગામે ૧૫૫.૬૧
હે.આર., વિસ્તારની પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ક્ષેત્રિય રેંજ, ભાવનગરની કચેરી, જવેલ્સ સર્કલ, વિક્ટોરીયા પાર્ક, ભાવનગર ખાતે
તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે હરાજી યોજાશે.
વલ્લભીપુર તાલુકાના નવાણીયા ગામે ૨૭.૦૧ હે.આર., ગઢડા તાલુકાના ખોપાળા ગામે ૧૭.૬૫ હે.આર., હોળાયા (દરબાર) ગામે
૫૨.૬૧ હે.આર., હરીપર ગામે ૧૬.૭૨ હે.આર., માંડવધાર ગામે ૨૪.૭૬ હે.આર., માંડવધાર (સખનેસડા) ૧૯.૮૪ હે.આર., નાના ઉમરડા
ગામે ૫૭.૪૭ ગામે હે.આર.,તેમજ બોટાદ તાલુકાના શીરવાણીયા (દુધેરી) ગામે ૨૪.૦૮ હે.આર., શીરવાણીયા (જોગીધાર) ગામે ૪.૦૨
હે.આર., શેરથળી (ગુદાળુ) ૧૦.૪૪ હે.આર.,સર્વે પાટી ગામે ૩૬.૧૫ હે.આર., સાલૈયા ગામે ૩૫.૧૫ હે.આર., ખાખોઇ (ખારી) ગામે
૨૪.૩૬ હે.આર., ખાખોઇ (ડુગરી) ગામે ૬.૫૩ હે.આર.,ખાખોઇ (સાપોલીયા) ગામે ૫૩.૮૫ હે.આર., ખાખોઇ (માંદલુ) ગામે ૧૨.૪૬
હે.આર., અને ખાખોઇ ગામે ૪૨.૫૫ હે.આર., વિસ્તારની પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ક્ષેત્રિય રેંજ, વલ્લભીપુરની કચેરી, કલ્યાણપુર રોડ,
આઇ.ટી.આઇ પાછળ, વલ્લભીપુર ખાતે તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ સવારના ૧૫:૦૦ કલાકે હરાજી યોજાશે.
જેસર તાલુકાના દડુલી ગામે ૯.૦૪ હે.આર., વિસ્તારની પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ક્ષેત્રિય રેંજ, જેસરની કચેરી ઓફીસ નં-૮૧,
બીજો માળ, તાલુકા સેવા સદન, મહુવા રોડ, જેસર ખાતે તા.૧૯/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે હરાજી યોજાશે.
માંગણીદારે માંગણી કરતા પહેલા રૂ. ૧૦૦/- (અંકે રૂપિયા એકસો પુરા) અર્નેસ્ટ મની ડીપોઝીટ તરીકે રોકડ ભરવી પડશે, ત્યારબાદ
માંગણી કરી શકશે. હરાજીમાં નિષ્ફળ ગયેલ માંગણીદારોને અર્નેસ્ટ મનીની રકમ તુરત જ પરત કરવામાં આવશે, અને સફળ માંગણીદારનાં
કિસ્સામાં, માંગણીની રકમનાં ૧૦ ટકા અગર રૂ.૧૦૦/- એ બે માંથી જે વધુ રકમ હશે, તે ડિપોઝીટ તરીકે રકમ અને માંગણીનાં ૧/૪ રકમ
હરાજીનાં સમયે રોકડા ભરવા પડશે.
ઉપર મુજબની રકમ ભરવામાં માંગણીદાર નિષ્ફળ જશે તો, તે વીડીનાં મૂળ માંગણીદારનાં ખર્ચે અને જોખમે વીડીની ફેર હરાજી
કરવામાં આવશે, અને આમ કરતા જો સરકારશ્રીને કોઈ નુકશાન જશે તો, તે રકમ મૂળ માંગણીદાર પાસેથી રેવન્યુ રાહે વસુલ કરવામાં આવશે,
અને જો કોઈ ફાયદો થશે તો, તેના ઉપર મૂળ માંગણીદારનો હક્ક રહેશે નહી.
જાહેર હરાજીની શરતો હરાજી વખતે સ્થળ ઉપર રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે. વિશેષ માહિતીની જરૂર જણાય તો, ઓફીસનાં
કામ-કાજનાં દિવસોએ અને સમયે ભાવનગર વન વિભાગની કચેરીમાં અગર જે-તે રે.ફો.ઓ. ની કચેરીએ રૂબરૂ સંપર્ક સાધવાથી મળી શકશે. ઉક્ત
દર્શાવેલ વીડીઓ પૈકી કોઈપણ વીડીની હરાજી બંધ રાખવાનો અધિકાર નાયબ વન સંરક્ષકશ્રીનો રહેશે. તેમ નાયબ વન સંરક્ષક, ભાવનગર વન
વિભાગની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts