ભાવનગર

ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ ઝાએ અચાનક રાજીનામું આપતાં ખળભળાટ

ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડૉ. સુશીલ ગોપીકાંત ઝાએ અચાનક રાજીનામું ધરી દીધું છે. સુશીલ ઝા સર ટી હોસ્પિટલના એક માત્ર ઈદ્ગ્ ડોકટર છે. અનેક વિવાદો વચ્ચે રાજીનામું ધરી દેતાં ચકચાર મચી ગઈ છે. ઇન્ચાર્જ ડીન ડૉ. સુશીલ ઝા છેલ્લા ૧૦ દિવસથી રજા પર છે. કોન્ટ્રાકટ બેઝ ડીનના પણ રાજીનામાના આદેશ અપાયા છે. ડૉ. હેમંત મહેતાના રાજીનામાં માટે સરકારે સૂચના આપી છે. કોલેજના ડીન તરીકે હવે ડૉ. અમિત પરમાર ધુરા સંભાળશે.
ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન અને એકમાત્ર ઈદ્ગ્ સર ટી. ડૉ. સુશીલ ઝાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો ર્નિણય લીધો છે અને રાજીનામું આપી દીધું છે. ડૉ. ઝા ૧૦ દિવસની માંદગીની રજા પર ગયા છે અને તેમનો કાર્યભાર એડિશનલ ડીન ડૉ. અમિત પરમાર સંભાળશે. બીજી તરફ, પૂર્વ ડીન ડો. હેમંત મહેતાએ રાજીનામું આપી દીધું હતું અને તેઓ મોરબી અને ત્યાંથી ભાવનગરમાં કરાર આધારિત કામ કરતા હતા, પરંતુ કોઈ કારણોસર સરકારે તેમનું રાજીનામું લેવા સૂચના આપી છે. આ બંને ઘટનાઓએ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણી ચર્ચા જગાવી છે.
થોડા વર્ષ અગાઉ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પદ પરથી જે.વી. મોદીને હટાવવામાં આવ્યા હતા. જે. વી. મોદીના રાજીનામા પછી, અન્ય ડોક્ટરોએ પણ રાજીનામું આપી દીધું હતું. આ સંદર્ભમાં મીડિયા સાથે વાત કરતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ભરતી, ટ્રાન્સફર અને રાજીનામું એ સરકારી નોકરીઓનો ભાગ છે. જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન, જે. વી. મોદીએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાજીનામું સ્વીકાર્યું ન હતું.

Follow Me:

Related Posts