fbpx
ભાવનગર

ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી- ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો ( થ્રી-વ્હીલર વાહનો સિવાય) માટેની સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન GJ-04-EP 0001 થી 9999 અને દ્વિચર્કી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EQ 0001 થી 9999નાં બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર સિરીજના નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૪-૧૨-૨૦૨૪ થી તા.૧૬-૧૨-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.આ પ્રક્રીયામાં તા.૧૬-૧૨-૨૦૨૪ થી તા.૧૮-૧૨-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે.

ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા : ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે મુખ્ય કામગીરી નીચે મુજબ કરવાની રહેશે.
https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઇ-ડી. પાસવર્ડ તૈયાર કરવ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવાવો. આ માટેની વિગતવાર સૂચનાઓ https://vahan.parivahan.gov.in/fancy/faces/public/usermanual.xhtml આપેલ છે. વાહન ખરીદીના ૭ (સાત) દિવસમાં ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ (પાંચ) દિવસમાં નાણાં જમા કરવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમાં નાણાં ચૂકવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલ રકમ (Base Price)ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન પ્રકિયા દરમ્યાન ચૂકવાણા વખતે આર. બી. આઈ. દ્વારા નક્કી કરેલ દર
ચુકવાનાં રહેશે.


હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારને પરત નાણાંની ચુકવણી : હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીનાં નાણાં દિન-૫ (પાંચ)માં ભરપાઈ કરવા માટે SMS અને E-Mall થી જણાવવામાં આવશે. નિષ્ફળ અરજદારને હાલની મેન્યુલ પધ્ધતિ પ્રમાણે નાણાં પરત આપવામાં આવશે. એટલે કે જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે Net Banking, Credit Card, Debit Card થી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારનાં જે તે ખાતામાં S.B.I E-Pay દ્વારા પરત કરવામાં આવશે. આ હેતુ માટે Online MIS થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવાની રહેશે.અરજદારશ્રીએ વિગતવાર પ્રક્રિયા અને શરતો અંગેની વધુ માહિતી Appendix-A થી મળશે. ઓનલાઈન ઈ-ઓક્શન ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts