ભાવનગર તાલુકાની જાહેર જનતા માટે સપ્ટેમ્બર-૨૦૨૫નાં માસનાં મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ
નિવારણ કાર્યક્રમનું આયોજન તા.૨૪/૦૯/૨૦૨૫ બુધવારનાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી,
આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના
પ્રશ્નો હોય તે તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે
નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવ્યું છે.
ભાવનગર ગ્રામ્યનો તા.૨૪ સપ્ટેમ્બરે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Recent Comments