ભાવનગર

પ્રયાગરાજમાં ભાવનગર શ્રી ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી

તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર શ્રી બહુચરાજીધામનાં શ્રી ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત શ્રી ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ્રસાદ ભંડારો યોજાઈ ગયો.અખિલ ભારતીય ગોહિલવાડ મંડળ છાવણીમાં અધ્યક્ષ મહંત અને મહામંડલેશ્વર શ્રી ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની આશિષ ઉપસ્થિતિ સાથે અધેવાડા ભાવનગર શ્રી બહુચરાજીધામનાં શ્રી ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં વિધિ થતાં મહામંડલેશ્વર શ્રી ભગવાનદાસબાપુને સંતો, મહંતો દ્વારા અભિવાદન સન્માન થયું. અહીંયા મંત્રી શ્રી જયદાસજીબાપુનાં સંકલન સાથે આ પદવી અર્પણ વિધિમાં શ્રી હરસિદ્ધિજી તથા શ્રી વિશાલદાસજીબાપુ જોડાયાં હતાં.તીર્થસ્થાન પ્રયાગરાજમાં આ પદવીદાન પ્રસંગે પ્રસાદ ભંડારો યોજાયો જેમાં સાધુ સંતો તેમજ ભાવિક સેવકોએ લાભ લીધો હતો.

Related Posts