ભાવનગર તાલુકાનો તા.૨૮/૦૧/૨૦૨૬ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી,
બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા
કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે કલેક્ટરશ્રી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.
આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારશ્રીઓ પાસેથી તા.૧૨/૦૧/૨૦૨૬ સુધીમાં
વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે
અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદારશ્રી, ભાવનગરને
પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ
અરજદારો તથા સંબંધિત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ
હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકાશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં.
ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૮ જાન્યુયારીએ યોજાશે


















Recent Comments