ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કસ્તુરબા ગાંધી પ્રા.શાળાના શિક્ષિકા અંજનાબેન ગઢવીને તેમની વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ બદલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
આ અવસરે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલના હસ્તે અંજનાબેન ગઢવીને સન્માનચિહ્ન અર્પણ કરી તેમની સર્જનાત્મક પ્રતિભા તથા શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓને બિરદાવવામાં આવી.
અંજનાબેન ગઢવી શિક્ષણ કાર્ય સાથે સાથે વિવિધ કલા ક્ષેત્રોમાં પણ પોતાની અનોખી પ્રતિભા દર્શાવતા રહ્યા છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસે અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે લગાવ વધે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમના આ પ્રયાસોને માન્યતા આપતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેમને સન્માનિત કરવામાં આવતા શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી છે.
આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.















Recent Comments