ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમમા દરેક વિભાગો તેમજ તમામ ડેપો ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે
ધ્વજવંદનના કાર્યક્રમ બાદ નિગમમાં વિશિષ્ટ અને પ્રોત્સાહક કામગીરી કરનાર કર્મચારીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરી
કર્મચારીઓને પ્રોત્સાહીત કરવામા આવે છે
જેના ભાગરૂપે તાઃ- ૧૫/૦૮/૨૫ ના રોજ ૭૯ મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી ભાવનગર એસ. ટી. ડિવિઝન ઓફિસ ખાતે કરવામાં
આવશે જેમાં ભાવનગર વિભાગના કુલ ૧૬ જેટલા કર્મચારીઓને જેમણે પોતાની ફરજ દરમિયાન બસમાં મુસાફરો દ્વારા ભુલી ગયેલ કીંમતી
ચીજ વસ્તુઓ, રોકડ રકમ તેમજ કીંમતી ઈલેકટ્રોનિકસ આઈટમ વગેરે મળી આવેલ હોય જે તે મુળ માલીક ને ડેપો ના ડેપો મેનેજરશ્રી તેમજ
સુપરવાઈઝરશ્રી ની હાજરીમા પરત કરી પ્રમાણિકતા નુ ઉદાહરણ પુરૂ પાડી નિગમની પ્રતિષ્ઠામા વધારો કરેલ હોય આવા કુલ ૧૬ કર્મચારી પૈકી
૦૨ કર્મચારીને મધ્યસ્થ કચેરી ખાતે થી ઉપાધ્યક્ષશ્રી અને સંચાલકશ્રીના વરદહસ્તે તેમજ અન્ય ૧૪ કર્મચારીઓને ભાવનગર વિભાગીય
નિયામકશ્રી આર.ડી. પીલવાઈકરના વરદહસ્તે રોકડ પુરસ્કારના ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કર્મચારીઓને તેમના દ્વારા
ફરજ દરમિયાન દાખવેલ પ્રમાણિકતા તેમજ જાહેર જનતામા નિગમની પ્રતિષ્ઠામા વધારો કરવા બદલ શાબ્દીક સરાહના કરી બીરદાવવામા
આવશે.
આ ઉપરાંત મહુવા તેમજ પાલીતાણા કેન્દ્ર વ્યવસ્થાપકને વર્ષ-૨૦૨૩-૨૪ ની સરખામણી એ વર્ષ-૨૦૨૪-૨૫ મા સારા સંચાલન
થકી ડીઝલ કે.એમ.પી.એલ. મા સુધારો કરી કીંમતી ઈંધણ ની બચત કરવા બદલ પ્રમાણ પત્ર એનાયત કરવા મા આવશે.
વર્ષ:-૨૦૨૪-૨૫ દરમિયાન વિભાગના બરવાળા કેન્દ્ર ને એક પણ અકસ્માત ન થવા બદલ પુરસ્કારરૂપે રોકડ રકમના ચેક તેમજ
પ્રમાણપત્ર એનાયત કરવામા આવેલ તેમજ વિભાગના તળાજા તેમજ ગારીયાધાર કેન્દ્રને વર્ષ દરમિયાન એક પણ પ્રાણઘાતક અકસ્માત ન થવા
બદલ પુરસ્કારરૂપે રોકડ રકમના ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
ભાવનગર વાહન વ્યવહાર નિગમ દ્વારા ૭૯ મા સ્વતંત્રતા દિવસે ૧૬ જેટલા કર્મચારીઓનેવિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે


















Recent Comments