ભાવનગર

ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ ભરતી મેળાનું આયોજન

ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૨૪ ફેબ્રુઆરી,૨૦૨૬ને મંગળવારના
રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતે ભરતી મેળાનું આયોજન
કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમમાં એન્જીનીંયર, ક્યુ.સી એન્જીનીંયર, પ્લાન એન્જીનીંયર,
સુપરવાઈઝર, એસ.આર, એકાઉન્ટન, એકાઉન્ટન આસી.ફિલ્ડ સેલ્સ ઓફિસર, બ્રાંચ ડેવલોપર, ડ્રાફટ્મેન મીકેનિકલ,
પેટર્ન શોપ સુપરવાઈઝર, એક્ઝિક્યુટિવની જગ્યા ભરવાની છે.
જેમાં બી.ઈ મીકેનીકલ, બી.ઈ પ્રોડક્શન, એમ.કોમ, એમ.બી.એ, એમ.એસ.એસ.ડબલ્યુ, બી.કોમ,
આઈ.ટી.આઈ, ડીપ્લોમા એગ્રીકલસર, ડીપ્લોમા એન્જીનીંયર, ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત
તેમજ ઇન્ટરવ્યુ માટે ૫ રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું,તેમ ભાવનગર યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર દ્વારા
જણાવ્યું છે.

Related Posts