ભાવનગર ગ્રામ્ય ઘટક આઇસીડીએસ દ્વારા નારી સંમેલનનું આયોજન ડો. બાબા સાહેબ આંબેડકર હૉલ, પાનવાડી ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જશુબેન મનજીભાઈ મકવાણા તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ભુપતભાઈ ધરમશીભાઈ ડાભી, ભાવનગર તાલુકા મામલતદારશ્રી બી.એન.બેલદાર, સાયબર સેલ પોલીસ અધિક્ષક કચેરીમાંથી પ્રવીણભાઈ પરમાર, નારી અદાલતમાંથી રમીલાબેન કોકણી, આરોગ્ય મેડિકલ કોલેજમાંથી રેખાબેન પંડ્યા, અભયમમાંથી કોમલબેન પરમાર, એન આર એલ એમ અલ્પાબા ગોહિલ, તેમજ આઇસીડીએસ ભાવનગર ના સીડીપીઓ શ્રી નીતાબેન એચ ભટ્ટ ઉપક્ષિતિ રહ્યા હતાભાવનગર આઇ.સી.ડી.એસના સ્ટાફ દ્વારા નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં ભાવનગર તાલુકાના બધા ગામના નારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આરોગ્યને લગતી, સાયબર સેલને લગતી મહિલાઓના કાયદાકીય વિષય અંગે જાણકારી મેળવી હતી તેમજ હાથબ અને વરતેજ ગામના આંગણવાડીના નાના નાના ભૂલકાઓ દ્વારા કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી.
ભાવનગર ગ્રામ્ય ઘટક આઇસીડીએસ દ્વારા નારી સંમેલન કાર્યક્રમ યોજાયો

Recent Comments