fbpx
ભાવનગર

ભાવનગર રેન્જ આર.આર.સેલનું બોટાદ જીલ્લાના ખનિજ માફિયા ઉપર સુપર ઓપરેશન

ભાવનગર રેન્જ વડા અશોક કુમાર IPS નાઓએ ભાવનગર રેન્જ વિસ્તારમાં ખનિજ ચોરી કરતાં ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા કડક સૂચના આપેલ જે અનુસંધાને આર.આર.સેલ પો.સ.ઇ.શ્રી આર.એચ.બાર, અમરેલી પો.સ.ઇ.શ્રી જે.વાય. પઠાણ તથા પો.સ.ઇ.શ્રી એ.વી.પટેલનાઓએ અલગ-અલગ ટીમ બનાવી બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના દેરડી-લીંબોડા ગામની સીમમાં ભાદર નદીના પટ્ટમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર અમુક ઇસમો રેતી ચોરી કરતાં ખનન કરી લોડરથી દંપરો,ટ્રેકટરો ભરી ગેરકાયદેસર રીતે ચોરી કરતાં આઠ ઈસમોને કિંમત રૂપિયા- ૪૫,૦૩,૫૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. પાળીયાદ પોલીસ સ્ટેશનમા કુલ-૧૧ આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. જે પૈકી આઠ ઝડપાયેલ છે જેમાં (૧) મુન્નાભાઈ સાજણભાઈ ડાંભલા (૨) નાનજીભાઇ ભોપાભાઈ સાંકરીયા (૩) નિલેષ ઉર્ફે પૃથ્વી ગોરધનભાઈ ધરજીયા (૪) વનરાજભાઈ છનાભાઇ છાપરા (૫) નિલેશભાઈ ભાવાનભાઈ બાવળીયા (૬)વિજયભાઇ માધાભાઈ ધરજીયા (૭) મેહુલભાઈ ખોદાભાઈ કુકડીયા (૮) લાલાભાઈ વિનુભાઈ તથા અન્ય ૩ ઇસમો પાસેથી રેતી ભરવાનું લોડર,ડમ્પર,ચારણો, ટન રેતી તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ.૪૫,૦૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. વધુ કાર્યવાહી હાલ ચાલુ છે. ખનિજ માફીયાઓમાં હાલ ફફડાટ વ્યાપી ગયેલ છે.

Follow Me:

Related Posts