fbpx
ભાવનગર

આજે ભાવનગર જિલ્લામાં ૨ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૩ દર્દી બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજરોજ ૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૭૩ થવા પામી છે. આજરોજ તળાજાના ગાયત્રી મંદીર પાસે આવેલ
વર્ધમાન સોસાયટી ખાતે રહેતા ૬૦ વર્ષીય હિતુબા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા તેમજ ભાવનગરના વિઠ્ઠલવાડી
ખાતે રહેતા ૫૫ વર્ષીય ભાસ્કરભાઈ પોપટભાઈ મકવાણાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ
સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ
કરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતુબા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા ગત તા.તા.૧૫ જૂનના રોજ
અમદાવાદથી તળાજા આવેલ. બાદમા તેમની તબિયત બગડતા તેઓ તળાજાના સ્થાનિક ડોક્ટર પાસે
સારવાર માટે ગયેલ. બાદમા તળાજા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તેમનો સેમ્પલ લેતા રિપોર્ટ પોઝીટીવ
આવેલ છે. જ્યારે ભાસ્કરભાઈ પોતાની મોટરકાર મારફત તા.૧૬ જૂનના રોજ અમદાવાદથી ભાવનગર
આવેલ હતા. ગઈકાલે તેમની તબીયત બગડતા તેઓ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ
ખાતે દાખલ થયેલ. તેમનો રીપોર્ટ કરતા તેઓનો રીપોર્ટ આજરોજ પોઝીટીવ આવેલ.
આજરોજ ૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત
તા.૯ જુનના રોજ અભીશેખ સોસાયટી, ભરતનગર ખાતે રહેતા ૨૪ વર્ષીય સિધ્ધી અતુલભાઈ સાઠિયા, તા.૫
જુનના રોજ પાલીતાણાના અનિડા ગામ ખાતે રહેતા ૨૩ વર્ષીય લાલજીભાઈ નરશીભાઈ રાઠોડ અને તા.૯
જુનના રોજ ભાવનગરના વિરભદ્ર અખાડા, મહિલા કોલેજ ખાતે રહેતા ૩૪ વર્ષીય નેહાબેન ચિરાગભાઈ
ધંધુકીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ
હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ ત્રણેય દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને
તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ ત્રણેય દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા
રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ ત્રણેય દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા
બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૭૩ કેસ પૈકી હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ
૧૨૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts