fbpx
ભાવનગર

અનલોક ૧ અને ૨ દરમ્યાન ભાવનગર રેન્જ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકોને રૂ ૧ કરોડ ૩૮ લાખનો વસૂલવામાં આવેલ દંડ ભારત સરકાર દ્વારા તા૦૧ ૦૬ ૨૦૨૦થીતા૩૦ ૦૬ ૨૦૨૦ સુધી અનલોક ૧ જાહેર કરવામાં આવેલ છે

અનલોક ૧ અને ૨ દરમ્યાન ભાવનગર રેન્જ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકોને રૂ . ૧ કરોડ ૩૮ લાખનો વસૂલવામાં આવેલ દંડ ભારત સરકાર દ્વારા તા .૦૧ / ૦૬ / ૨૦૨૦ થી તા .૩૦ / ૦૬ / ૨૦૨૦ સુધી અનલોક -૧ જાહેર કરવામાં આવેલ છે તથા તા .૦૧ / ૦૭ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૭ / ૨૦૨૦ સુધી અનલોક -૨ જાહેર કરવામાં આવેલ છે . અનલોક -૧ તથા ૨ માં લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે કઇ – કઇ તકેદારી રાખવી જોઇએ તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો દ્વારા અનલોક -૧ તથા ૨ નો ભંગ કરતા જણાઇ આવતા ભાવનગર રેન્જ પોલીસ દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે . માસ્કના કેસો ( દંડ ) : ભાવનગર રેન્જમાં માસ્ક ન પહેરનાર ૬૯,૪૪૭ કેસો કરી રૂ / ૧,૩૮,૮૯,૪૦૦ નો દંડ કરવામાં આવેલ છે . ( ભાવનગર કેસ -૩૪૦૪૦ દંડ -૬૮,૦૮,૮૦૦ અમરેલી કેસ -૨૪૪ પ ૬ દંડ -૪૮,૯૧,૨૦૦ બોટાદ કેસ -૧૦૯૫૧ દંડ -૨૧,૯૦,૨૦૦ ) , ૧૮૮ , ૨૬૯ , ૨૭૦ , ૨૭૧ અને The Epidemic Disease Act 2005 : ભાવનગર રેન્જમાં IPC ૧૮૮ , ૨૬૯ , ૨૭૦ , ૨૭૧ અને The Epidemic Disease Act.2005 મુજબ કુલ -૧૧૩૨ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભાવનગરમાં જિલ્લામાં ૩૯૫ કેસ , અમરેલી જિલ્લામાં પ ૫૪ કેસ તથા બોટાદ જિલ્લામાં ૧૮૩ કેસ કરવામાં આવેલ છે . 207 એમ.વી.એક્ટ – ૨૦૭ મુજબ ૧૫૨૦ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે જેમાં ભાવનગર જિલ્લામાં ૫૪૭ વાહનો , અમરેલી જિલ્લામાં ૬૪૭ વાહનો તથા બોટાદ જિલ્લામાં ૩૨૬ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે . નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર રેન્જ દ્વારા ભાવનગર , અમરેલી અને બોટાદ જીલ્લાના લોકોને અપિલ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ જાહેર કરેલ અનલોક -૨ માં લોકો પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે તકેદારીનું સંપૂર્ણ પાલન કરવું જેથી આપ તથા આપનો પરિવાર કોરોનાના સંક્રમણથી બચી શકે તથા નાઇટ કર્યુ દરમ્યાન પોતાના ઘરથી બહાર ન નિકળવું તથા પોલીસને સંપૂર્ણ સહદ્યોગ આપવા અપીલ કરવામાં આવે છે

Follow Me:

Related Posts