fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૫૦ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૫ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન

જિલ્લામા ૫૦ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૫ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનું અવસાન જિલ્લામાં નોંધાયેલા ૮૨૧ કેસો પૈકી ૪૭૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામાં આજરોજ ૫૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૮૨૧ થવા પામી છે . જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૫ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૩૫ કેસો નોંધાયા છે . જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧ , ભાવનગરના ખડસલીયા ગામ ખાતે ૧ , ભાવનગરનાં ભુતેશ્વર ગામ ખાતે ૧ , તળાજાના જુની કામરોલ ગામ ખાતે ૧ , તળાજાના સખવદર ગામ ખાતે ૧ , મહુવાના વાધનગર ખાતે ૧ , મહુવાના હરીપરા ગામ ખાતે ૧ , મહુવા ખાતે ૧ , ગારીયાધારના મોટી વાવડી ગામ ખાતે ૧ , ગારીયાધારના નાની વાવડી ગામ ખાતે ૧ , જેસરના ઝડકલા ગામ ખાતે ૧ , ઉમરાળાના દેદરડા ગામ ખાતે ૧ , ઉમરાળાના વાંગધ્રા ખાતે ૧ , સિહોરના સણોસરા ગામ ખાતે ૧ , તથા સિહોરના સોનગઢ ગામ ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે . જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૭ અને તાલુકાઓના ૧૮ કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે . ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી . આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું અવસાન થયેલ છે . આમ જિલ્લામાં નોંધાયેલા ૮૨૧ કેસ પૈકી હાલ ૪૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે . જ્યારે અત્યાર સુધીમાં કુલ ૩૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૧૭ દર્દીઓનું અવસાન થયેલ છે .

Follow Me:

Related Posts