fbpx
ભાવનગર

ભાવનગર જીલ્લામાં તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા ૨૬ દુકાનધારકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી રૂ.૧૨,૦૪૦ના દંડની વસુલાત કરવામાં આવી

સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે
તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ
સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.
તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ
થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં
આવી હતી.આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.તાવીયાડના માર્ગદર્શન નીચે તમાકુ
નિયંત્રણ સ્કોર્ડ દ્વારા તા.૩૦-૦૭-૨૦૨૦ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ભાવનગર શહેરના વિવિધ
વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ
આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૨૬ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૨,૦૪૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.
જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુનું વેચાણ/
ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે
નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર
પ્રતિબંધ બીડી, સિગારેટમા ૮૫% ભાગમાં ‘‘તમાકુ જીવલેણ છે’’ ‘‘તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય
છે.’’ તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું
બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.
આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડો.પી.એ.પઠાણ, પોલીસ વિભાગમાંથી પોલીસ ઇન્સપેકટર
શ્રી આર.પી.ગૈાતમ, DEO ઓફીસર શ્રી એન.એમ.દેસાઇ, ASI શ્રી એન.પી.પંડયા, શ્રી આર.એમ.સરવૈયા, શ્રી
નિરંજનભાઇ હરીશીભાઇ બારોટ, I/c NTCP- કાઉન્સેલર શ્રીમતી ડી.આર.ત્રિવેદી સહભાગીદારીથી આ
કામગીરીની જહેમત ઉઠાવેલ.

૦૦૦૦૦૦

Follow Me:

Related Posts