fbpx
ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકા તથા જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે રૂ. ૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક વિતરણ કરાયા

રાજયમંત્રી સુ વિભાવરીબેન દવેના હસ્તે મહાનગરપાલિકા તથા જિલ્લાની ૬ નગરપાલિકાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ.૧,૦૦૦ કરોડથી વધુની ફાળવણી કરાઈ

જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજયમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ભાવનગર
મહાનગરપાલિકા તથા જિલ્લાની ૬ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ તથા ચીફ ઑફિસરઓને ચેક વિતરણ
કરવામાં આવ્યા હતા. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાના
વિકાસ કાર્યો માટે કુલ રૂ.૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
પારદર્શી અને લોકાભિમુખ વહિવટની નેમને સાર્થક કરનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી  વિજયભાઈ
રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે રાજ્યભરની
નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ
રૂ.૧,૦૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર ખાતે શિક્ષણ, મહિલા
અને બાળ કલ્યાણ રાજયમંત્રી સુ વિભાવરીબેન દવે, સાંસદ  ડો.ભારતીબેન શિયાળ તથા જિલ્લા
કલેક્ટર  ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના
તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી રાજ્યના વિકાસની વણથંભી યાત્રાને
આગળ વધારી શહેરોના સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આજે ૪૫ ટકા કરતાં પણ વધુ
વસ્તી શહેરોમાં વસવાટ કરે છે ત્યારે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રાજ્ય સરકાર તમામ
પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા કૃતનિશ્ચયી છે.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પૈસાના અભાવે રાજ્યમાં વિકાસના કોઈ કામો અટકશે નહીં. શુદ્ધ પીવાનું
પાણી, ભુગર્ભ ગટર, પાકા રસ્તાઓ, ફાટકમુક્ત શહેર અને તળાવોના બ્યુટીફિકેશન સાથે શહેરો રહેવા અને
માણવા લાયક બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ આ વિકાસ
યાત્રા અટકે નહીં તથા વોટર સરપ્લસ અને વૃક્ષ જતન દ્વારા શહેરો ક્લિન એન્ડ ગ્રીન બને તે દિશામાં
તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ સતત કાર્યરત રહેવાનું છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને ૩૬.૭૭ કરોડ,
જિલ્લાની સિહોર નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ, પાલીતાણા નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ, મહુવા
નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ, તળાજા નગરપાલિકાને રૂ.૧,૧૨,૫૦,૦૦૦, ગારીયાધાર નગરપાલિકાને
૧,૧૨,૫૦,૦૦૦ તેમજ વલ્લભીપુર નગરપાલિકાને રૂ.૫૦ લાખની રકમની ફાળવણી કરવામાં આવી છે.
તમામ નગરપાલિકાના પ્રમુખઓ તથા ચીફ ઑફિસરઓને વિકાસકાર્યો માટેની રકમના ચેક મંત્રી,
સાંસદ તથા જિલ્લા કલેક્ટરના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર શ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શ્રી યુવરાજસિંહ
ગોહિલ, ડેપ્યુટી મેયર  અશોકભાઈ બારૈયા, મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, પાલીતાણાના
ધારાસભ્ય  ભીખાભાઇ બારૈયા, ગારિયાધારના ધારાસભ્ય  કેશુભાઈ નાકરાણી, નગરપાલિકાઓના
પ્રમુખઓ, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, નગરપાલિકા કમિશનર  યોગેશ નીરગુડે સહિતના
પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts