fbpx
ભાવનગર

મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ભાવનગરની મૂલાકાતે

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગરની કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક

ગુજરાત રાજ્યની પહેલ એવા ધનવંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઇ-મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર

સ્ક્રિનિંગ સઘન બનાવાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે ભાવનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને
જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ બેઠક પૂર્ણ કરી પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં
પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે. લગભગ છેલ્લા પાંચ મહિનાથી દરરોજ હાઈ પાવર્ડ કોર ગ્રુપ મીટીંગ યોજી કોરોના સંદર્ભે વિવિધ
નિર્ણયો અને તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ એકંદરે નિયંત્રિત છે. કોરોના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ઇન્જેક્શન પણ
પૂરતા પ્રમાણમાં. આ ઇન્જેક્શનોની દેશમાં કુલ આયાતમાંથી 55% ઇન્જેક્શન માત્ર ગુજરાત આયાત કરે છે.
મુખ્યમંત્રી કહ્યું કે, રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના માનાંક મુજબ પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ
૪૦૦ વ્યક્તિના ટેસ્ટ થઈ રહ્યા છે. હાલ રાજ્યમાં દરરોજ ૨૫૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ભાવનગર શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઇને લોકોના આરોગ્યની તપાસ કરવા તથા રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત પંદર
દિવસ સુધી લોકોની તપાસણી થતી રહે એ પ્રમાણે કાર્ય આયોજન માટે સૂચવ્યું હતું.
રાજ્યની પહેલ એવા ધન્વંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ છે. રાજ્યનું આ પગલું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનુસરવામાં આવશે તેમ તેમણે
ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે. શહેર-
જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ ઉપર ભાર મૂકી આ કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથથી આરોગ્ય તપાસ-સારવાર સુવિધા
ઉપલબ્ધ બનાવવા તેમજ રોગપ્રતિકારક શકિત વધે તે માટે નિયમિત ઉકાળાનું વિતરણ કરવા પણ જણાવ્યું હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે જિલ્લાની મુલાકાત લઇ કોરોના સંદર્ભે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી વહીવટીતંત્ર અને
જનપ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવાની રાજ્ય સરકારની નેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં ફાયર સેફટી સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં પણ
ફાયર સેફટીની જોગવાઈઓનું પાલન નહીં થાય એ હોસ્પિટલ્સ સામે કડક પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી
વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રિકવરી રેટ 75.4 ટકા અને મૃત્યુ દર 3.5 ટકા જેટલો છે અને ગુજરાત કોરોના સંક્રમણમાં દેશમાં 12માં સ્થાને છે તેમ
પણ અન્ય રાજ્યોની તૂલના કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો-પ્રજાજનો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તથા વારંવાર હાથ ધોવા-સેનીટાઇઝ કરવાની સારી આદતો
વ્યાપકપણે કેળવે તે માટે મિડીયાને પણ જાગરૂકતા ફેલાવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથેની આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રી સુ વિભાવરીબેન દવે, સાંસદ  ભારતીબેન શિયાળ, ધારાસભ્ય  જીતુભાઈ
વાઘાણી, મેયર  મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  યુવરાજસિંહ ગોહિલ, રાજ્યના મુખ્ય સચિવ  અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય
અગ્ર સચિવ  કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાયા હતા. આ બેઠકમાં જિલ્લા લાયઝન ઓફિસર સુ સોનલ મિશ્રા, જિલ્લા
કલેકટર  ગૌરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર  એમ. એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધીક્ષક જયપાલસિંહ
રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts