fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા કક્ષાની ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન

ભાવનગર જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરાયુ  તા.૧૫મી ઓગસ્ટના રોજ દેશના ૭૪ મા સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણી થનાર
છે.જેના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ
રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે શનિવારના રોજ સવારના ૯ વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી,
નવાપરા, ભાવનગર ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપશે. આ પ્રસંગે તેઓશ્રી આરોગ્ય વિભાગના
આમંત્રિત કોરોના વોરિયર્સનું સન્માન તથા અભિવાદન કરશે અને વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનું સમાપન થશે.
ગણવેશ ધારી સશસ્ત્ર દળોના જવાનોની ટુકડીઓ અને ઘોડેસવાર ટુકડીઓ સલામી આપશે.
આજે વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ નિર્ધારિત મેદાન
ખાતે કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. કોરોના સંકટને અનુલક્ષીને વિવિધ નિયમનો પાળી સ્વાતંત્ર્ય
પર્વનું આયોજન કરવામા આવેલ છે. વરસાદને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા વોટર પ્રૂફ
શામિયાણો બાંધવામાં આવ્યો છે. યોજાયેલ રિહર્સલમા જિલ્લા વિકાસ અધિકારી  વરૂણકુમાર બરનવાલ,
પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌર, નિવાસી અધિક કલેકટર શ્રી ઉમેશ વ્યાસ, પ્રાંત અધિકારી શ્રી
ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી  ભુમિકાબેન કોરીયા, નાયબ પોલીસ અધિક્ષક  ચૌધરી, કાર્યપાલક
ઈજનેર  મેર, સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયાં હતાં.

Follow Me:

Related Posts