ભાવનગરકોવિડ-19 અંગે વિશિષ્ટ કામીગીરી કરનાર 30 કોરોના વોરીયર્સનું સન્માન કરાયું
ભાવનગર કોવિડ-19માં આરોગ્ય અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા ભાવનગર જિલ્લાના ૩૦ જેટલાં
કોરોના વોરીયર્સનું જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે પ્રમાણપત્ર આપી
સન્માન કરાવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા પસંદ થયેલ કોરોના વોરિયર્સ એસોસીયેટ પ્રોફેસર ડો.પન્નાબેન
કામદાર, નર્સીંગ સ્ટાફ સુ ગીતાબેન કવાડ, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સી.ડી.એચ.ઓ.
ડો.એ.કે.તાવીયાડ, ડો.હિરેન વ્યાસ, દર્શન શુક્લ, મહાનગરપાલિકા એમ.ઓ.એચ. વિભાગના મેડિકલ ઓફીસર
ડો.આર.કે.સિન્હા, ડે. કમિશ્નર ડી.એમ.ગોહિલ, સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.વિકાસ
સિન્હા, એ.એચ.એ. હાર્દિક ગાથાણી, એમ.ઓ. ડો.કશ્યપ દવે, સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.હેમંત મહેતા,
પ્રોફેસર કૈરવી જોષી, ૧૦૮ એમ્બ્યુલન્સ સુપરવાઈઝર નરેશભાઈ ડાભી, પ્રભાત મોરી, પોલીસ વિભાગના
ડી.વાય.એસ.પી. એમ.એચ.ઠાકર, પી.આઈ. આર.આઈ.સોલંકી, અગ્રણી સ્વયંસેવક સર્વ. નયનભાઈ પટેલ,
નિલેશભાઈ રાઠોડ, સાગરભાઈ નવાપરા, આર.સી.એમ. વિભાગના એડીશ્નલ કલેક્ટર આર.આર.ડામોર,
ચીફ ઓફિસર વ્યાસ, પંચાયત અને શિક્ષણ વિભાગના નિયામક ડી.આર.ડી.ઓ. ઘર્મેશ પટેલ, નાયબ ડી.ડી.ઓ.
રાહુલ ગમારા, જિલ્લા શિક્ષણ અધિકારી એન.જી.વ્યાસ, રેવન્યુ વિભાગના અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ,
પ્રાંત અધિકારી દિપક ચૌધરી, નાયબ કલેક્ટર ભાર્ગવ ડાંગરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
હતા.
આ પ્રસંગે રમત ગમત વિભાગમા એકલવ્ય જુનિયર એવોર્ડ (યોગસન) ભુમિ ગાંધી, સરદાર પટેલ સિનિયર
એવોર્ડ (ટી.ટી.) જગદિશભાઈ મકવાણા અને જયદિપસિંહજી જુનિયર એવોર્ડ માટે કૌશલ ભટ્ટને ટ્રોફી અને
બ્લેઝર આપી સન્માનિત કરાયા હતા.
Recent Comments